હિસાર: હરિયાણાના સતલોક આશ્રમમાં 2014માં થયેલી હત્યા કેસમાં બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હિસાર જેલમાં જજે આ ચુકાદો આપ્યો છે.
બાબા રામદેવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જજ સામે રામપાલને રજૂ કરવામાં આવ્યો હતો.
18 નવેમ્બર 2014માં સતલોક આશ્રમમાં હંગામો થયો હતો. જેમાં એક 5 મહિલા સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં રામપાલ સહિત કુલ 14 આરોપી છે. આ મામલે બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.
હરિયાણાના હિસાર શહેરને કિલ્લામાં ફેરવી દીધો હતો. કોઇ પણ બબાલ, હિંસા અને તોડફોડ જેવી ઘટનાઓથી નિપટવા માટે પોલીસે કડક સુરક્ષાની વ્યવસ્થા કરી છે. હિંસાર જિલ્લામાં ધારા 144 લાગૂ કરી દેવાઇ છે. કોર્ટની ચારે બાજુ અને 3 કિલોમીટરની સુરક્ષા કરી દેવામાં આવી હતી.
આ કેસની સુનાવણીથી 45 કલાક પહેલાથી જ જિલ્લાની તમામ સીમાઓ સીલ કરી દેવામાં આવી છે કારણ કે રામપાલના સમર્થક શહેરમાં પ્રવેશ કરી શકે નહીં.