Team VTV08:34 PM, 29 Jun 22
| Updated: 11:05 PM, 29 Jun 22
રાજયના 215 ઉચ્ચતર માધ્યમિક અને 119 માધ્યમિક વિભાગના મદદનિશ શિક્ષકોને હંગામી બઢતી કરવામાં આવી છે.
ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં મોટાપાયે હંગામી બઢતી
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૩ માંથી વર્ગ-રમાં 334ને અપાઈ બઢતી
ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી અને બઢતીના ઘાણવા બાદ હવે શિક્ષણ વિભાગમાં પણ બદલીના ઓર્ડર ફાટ્યા છે.રાજયના 215 ઉચ્ચતર માધ્યમિક અને 119 માધ્યમિક વિભાગના મદદનિશ શિક્ષકોને હંગામી બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પગાર ધોરણ કેટલું?
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૩ (મદદનીશ શિક્ષક), માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સંવર્ગના નીચે દર્શાવેલ મદદનીશ શિક્ષકોને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-ર (વહીવટી શાખા) સંવર્ગ (Level-8 in the Pay Matrix, Pay Scale: 44,900-1,42,400/-) માં તદ્દન હંગામી અને કામચલાઉ ધોરણે બઢતી આપીને તેમના નામ સામે કોલમ-(૪) માં દર્શાવેલ જગ્યા પર નિમણૂંક આપવામાં આવે છે.
નોંધ
મહત્વનું છે કે આ બઢતીઓ તદ્દન કામચલાઉ અને હંગામી ધોરણે કરવામાં આવી છે. કોઈ વહીવટી કારણોસર કોણ પણ અધિકારીને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 3 તરીકે પાછા હટાવવાનો નિર્ણય સરકાર ગમે ત્યારે કરી શકે છે.