કોરોના જેટલી ઝડપથી ફેલાય છે તેટલી જ ઝડપથી વેક્સિનેશન પ્રક્રિયા પણ ચાલી રહી છે. તે વચ્ચે એવી અફવા ફેલાઇ છે કે વેક્સિન લીધાના 2 વર્ષ બાદ વ્યક્તિનું મોત થઇ જાય છે.
કોરોનાની વેક્સિન લેશો તો મૃત્યુ થશે?
આ અફવા છે કે હકીકત તે વિશે ઘટસ્ફોટ
કોવિડ-19ની વેક્સિન ડેન્જર ?
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ કહ્યું છે કે કોવિડ-19ની વેક્સિન લીધા બાદ કોઇનું મૃત્યુ થતુ નથી. ફ્રાંસમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોઇ પણ વેક્સિન લેનારી વ્યક્તિ બચી શકશે નહી.
ભારત સરકારના પત્ર સૂચના કાર્યાલયે આ દાવાનો પોકળ ગણાવ્યો છે. સરકારે કહ્યું છે કે કોરોનાની વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સરકારે લોકોને આગ્રહ કર્યો કે આ પ્રકારની અફવાનો પ્રસાર ન કરવો જોઇએ.
મોતની વાત માત્ર અફવા
ફ્રાંસના નોબલ પુરસ્કાર વિજેતા લૂકનો રેફરન્સ આપીને એક ફેક ઇમેઇલમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોનાની વેક્સિન લેનારા દરેકની મોત નશ્ચિંત છે. આ અફવા ભ્રામક અને ખોટી છે. આ પ્રકારની અફવાથી હંમેશા બચવુ જોઇએ.
ભારતમાં 3 લાખ લોકોની મોત
દેશભરમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2 કરોડ 69 થઇ ગઇ છે અને અત્યાર સુધી 3 લાખ 6 હજારથી વધારે લોકોની મોત થઇ છે.
મોતના આંકડામાં ત્રીજા નંબરે ભારત
અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજા નંબરે આવે છે જ્યાં કોવિડના કારણે 3 લાખ લોકોના જીવ ગયા છે. અમેરિકામાં 6 લાખ અને બ્રાઝીલમાં 4 લાખ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.