Coronavirus / અમેરિકામાં મોતનો આંક 60 હજારને પાર, ગુપ્તચર એજન્સીઓએ કહ્યું અમે ટ્રમ્પને જાન્યુઆરીમાં જાણ કરી હતી પણ...

Death toll in the US exceeds 60,000

અમેરિકામાં મોતનો આંકડો 60 હજારને પાર થઈ ગયો છે. હાલ અમેરિકામાં 61,669 મોત છે. અમેરિકામાં 24 કલાકમાં 2403 ના મોત તો 28807 કોરોનાગ્રસ્ત થયા છે. હાલ 1,064,572 લોકો કોરોનાગ્રસ્ત છે. અમેરિકામાં અત્યાર સુધામાં 147,411 લોકો સાજા થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 855,492 છે. ત્યારે હવે એવું બહાર આવ્યું છે કે સીઆઈએ અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઘણી વાર આ સમસ્યાથી અવગત કરાવ્યા હતા અને 12 ચેતવણી પણ જાહેર કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા તેમની અવગણના કરવામાં આવી હતી. તો સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી) એ અહેવાલ આપ્યો છે કે યુ.એસ.ના 7 રાજ્યોમાં છેલ્લા પાંચ અઠવાડિયા દરમિયાન થયેલા મોતની સંખ્યા વાસ્તવિક સંખ્યા કરતા 50૦% ઓછી દર્શાવવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ