મહેસાણા /
ત્રણ દિવસથી પરિજનો નથી સ્વીકારી રહ્યા યુવકનો મૃતદેહ, રાજસ્થાન-ગુજરાત બે રાજ્યોની પોલીસ મૂંઝવણમાં
Team VTV03:32 PM, 03 Dec 22
| Updated: 03:34 PM, 03 Dec 22
મહેસાણામાં રાજસ્થાનના યુવકના મોત મામલે હત્યાનો આક્ષેપ; ત્રણ દિવસથી પરિજનો નથી સ્વીકારી રહ્યા યુવકનો મૃતદેહ, પોસ્ટમોર્ટમ વિના મૃતદેહને લઇ જવા પરિવારની માગ
શિવગંજમાં યુવક પર હુમલો
પરિવારે યુવકની હત્યાનો કર્યો આક્ષેપ
3 દિવસથી નથી સ્વીકાર્યો મૃતદેહ
મહેસાણામાં રાજસ્થાનના યુવકનો મોત થયો છે જેને લઈ હત્યાના આક્ષેપ સાથે યુવકના પરિવારજનોઓ વિરોધ કરી રહ્યાં છે. જે યુવક પર શિવગંજમાં હુમલો થયો હતો ત્યારબાદ હુમલામાં ઘાયલ યુવકને મહેસાણા ખાતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયો હતો.
રાજસ્થાનના યુવકના મોત મામલે હત્યાનો આક્ષેપ
મહેસાણામાં રાજસ્થાનના યુવકના મોત મામલે હત્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યુવકના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુવક પર શિવગંજમાં હુમલો થયો હતો. યુવકના મૃતદેહને ત્રણ દિવસથી ન સ્વીકારી પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પોસ્ટમોર્ટમ વિના મૃતદેહને લઇ જવા પરિવારની માગ
યુવકના પરિવારજનોની માગ છે કે, પોસ્ટમોર્ટમ વિના મૃતદેહને આપવામાં આવે જેને લઈ ત્રણ દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટમોર્ટમને લઇ પરિવાર અને પોલીસ આમને-સામને છે. રાજસ્થાન અને સ્થાનિક પોલીસ હોસ્પિટલમાં હાજર છે તેમજ અસમંજસમાં મુકાઈ છે કે, એક તરફ હત્યાનો આક્ષેપ તેમજ હુમલા બાદ મોત થયો છે જેને લઈ પોસ્ટમોર્ટમ અતિ મહત્વનો હોય છે જ્યારે બીજી તરફ પોસ્ટમોર્ટમ વિના મૃતદેહને લઈ જવા પરિવાર માંગ કરી સાથે વિરોધ કરી છે.