અવસાન /
પદ્મશ્રી ભીખુદાન ગઢવીના ધર્મપત્નીનું નિધન, ભીખુદાન થયા ભાવુક
Team VTV02:08 PM, 27 Nov 20
| Updated: 04:39 PM, 27 Nov 20
લોક કલાકાર અને પદ્મશ્રી ભિખુદાન ગઢવીના પત્નીનું નિધન થયુ છે. પીઢ કલાકારના પત્નીનું નિધન ગત રાત્રે ટૂંકી બિમારી બાદ થયુ હતુ. તેમના પત્નીના નિધનથી ભિખુદાન ખૂબ જ દુઃખી થયા છે.
ભિખુદાન ગઢવીના પત્નીનું નિધન
કલાકારના મોતની પણ ફેલાઇ હતી અફવા
પદ્મશ્રી ભિખુદાન ગઢવી થયા દુઃખી
ગત રાત્રે થયુ અવસાન
ભિખુદાન ગઢવીના પત્નીનું ટૂંકી બિમારી બાદ ગઇ કાલ રાત્રે જ અવસાન થયુ હતુ. લોક લાડીલા કલાકારના પત્નીનું નિધન થતાં તેમને ફેન્સમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ભિખુદાન ગઢવીના પત્નીનું નામ ગજરા બા હતું. પદ્મશ્રી સુધીની સફળતા પાછળ ગજરા બાનો ખુબ મોટો હાથ હતો. 69 વર્ષની વયે ગજરાબાનું અવસાન થયુ.
ભિખુદાનની મોતની ફેલાઇ હતી અફવા
પદ્મશ્રી એવા ભીખુદાન ગઢવીના મૃત્યુ થયાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. જે બાદ પીઢ કલાકારે સ્પષ્ટતા કરવી પડી હતી કે, તેઓ સાજા-નરવા છે. કલાકારે પોતે સ્વસ્થ હોવાના સમચારા આપીને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
કોણ છે ભિખુદાન ગઢવી?
ભીખુદાન ગઢવી ગુજરાત સાહિત્ય જગતના જાણીતા લોક કલાકાર છે. સરકાર દ્વારા તેઓને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે
પરિમલ નાથાણીએ આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીના જુનાગઢ ખાતે થયેલાં નિધન વિશેે જાણીને ખૂબ દુખ થયું. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ! pic.twitter.com/H3ghJTyu9r
રાજ્યસભાના સાંસદ પરિમલ નાથાણીએ ભિખુદાન ગઢવીના પત્નીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, "ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીના જુનાગઢ ખાતે થયેલાં નિધન વિશે જાણીને ખૂબ દુ:ખ થયું. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. ૐ શાંતિ!"