બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ગટરમાં પડી ગયેલો માસૂમ જીંદગી સામે જંગ હાર્યો, મૃત હાલતમાં મળ્યો 2 વર્ષનો બાળક
Last Updated: 05:21 PM, 6 February 2025
સુરતમાં ગટરમાં પડી ગયેલા બાળકને લઈ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક 24 કલાકથી ગટરમાં ફસાયેલ બાળકનું મોત થયું છે. નોંધનીય છે કે,ગઇકાલે ગટરમાં પડેલ બાળકને બચાવવા તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જોકે તંત્રના અથાગ પ્રયાસો પછી પણ તે બાળકને બચાવી શકાયું નથી. વિગતો મુજબ વરિયાવ પંપિગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી મળી આવ્યું છે.
ADVERTISEMENT
સુરતના વરિયાવ વિસ્તારમાં બાળક ડ્રેનેજમાં પડવાના મામલામાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાના 24 કલાક બાદ બે વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. નોંધનિય છે કે, આ બાળકને શોધવા માટે ફાયર અધિકારીઓએ આ માટે વીડિયો કેમેરાની પણ મદદ લીધી હતી. ડ્રેનેજમાં વીડિયો કેમેરા સાથે બાળકની શોધખોળ હાથ ધરાઇ હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદમાં સગા બાપે સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, સિવિલમાં બાળકનો જન્મ
શું હતી સમગ્ર ઘટના ?
શહેરના ન્યુ કતારગામ સ્થિત સમુના સાધના આવાસમાં રહેતો કેદાર વેગડ નામનો બે વર્ષનો બાળક તેની માતા સાથે વરિયાવ વિસ્તારમાં ભરાયેલી બુધવારીમાં આવ્યો હતો. આ દરમિયાન સાંજે સાડા 5 વાગ્યાની આસપાસ કેદાર આઈસ્ક્રીમ ખાવા જતો હતો, ત્યારે 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી જવાનો બનાવ સામે આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમની સતત શોધખોળ બાદ હવે હાલ આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ તરફ બાળકના પરિવારજનોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.