બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 48 કલાકમાં 8 હાથીઓના મોતથી આ નેશનલ પાર્કમાં હાહાકાર, કારણ ચોંકાવનારું, SIT તપાસમાં જોતરાશે

નેશનલ / 48 કલાકમાં 8 હાથીઓના મોતથી આ નેશનલ પાર્કમાં હાહાકાર, કારણ ચોંકાવનારું, SIT તપાસમાં જોતરાશે

Last Updated: 03:26 PM, 31 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંધવગઢ ટાઈગર રિઝર્વના ખતૌલી અને પટ્ટોર રેન્જના સલખાનિયા વિસ્તારમાં 13 હાથી ફરતા હતા. જેમાંથી 8 હાથીઓ 48 કલાકમાં મૃત્યુ પામતા હાહાકાર મચ્યો છે.

બાંધવગઢ ટાઈગર રિઝર્વના ખતૌલી અને પટ્ટોર રેન્જના સલખાનિયા વિસ્તારમાં 13 હાથી ફરતા હતા. જેમાંથી 8 હાથીઓ 48 કલાકમાં મૃત્યુ પામતા હાહાકાર મચ્યો છે. મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્કમાં 48 કલાકમાં 8 હાથીઓના મોતથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે ચાર હાથીઓના શંકાસ્પદ મોત બાદ બુધવારે પણ ચાર હાથીઓના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રની સાથે ભોપાલની તપાસ ટીમના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કાં તો આ હાથીઓએ ભૂલથી કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો છે અથવા તો તેમને ઝેરી પદાર્થ ખવડાવવામાં આવ્યો છે. મૃત હાથીઓમાં એક નર અને 7 માદા છે.

elephants-death

સાલખાણીયા વિસ્તારમાં 13 હાથીઓનું ટોળું આવ્યું હતું

બાંધવગઢ ટાઈગર રિઝર્વના પટ્ટોર રેન્જના ખતૌલી અને સાલખાનિયા વિસ્તારમાં 13 હાથીઓ ફરતા હતા, પરંતુ મંગળવારે તેમાંથી ચારના શંકાસ્પદ મોત થયા હતા જ્યારે પાંચની તબિયત ગંભીર હતી, જેમાંથી બુધવારે પણ ચાર હાથીઓના મોત થયા હતા . આ તમામ હાથીઓ 200 મીટરના વિસ્તારમાં બેભાન દેખાયા હતા, ત્યારબાદ જબલપુર, ઉમરિયા અને કટ્ટી સહિત બાંધવગઢ ટાઈગર રિઝર્વના વેટરી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ચાર હાથીઓના જીવ બચાવી શકાયા ન હતા. બે અધિકારીઓની ટીમ બાકીના હાથીઓ પર નજર રાખી રહી છે.

ઝેરના કારણે મોતની આશંકા

8 ડોક્ટરોની ટીમ દ્વારા મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ અને પ્રાથમિક તપાસમાં ઝેરી ખોરાક અથવા કોડો કુટકી જેવા ફળો સાથે ઝેર આપવાથી મોતની પણ તબીબો શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ ઝેર જાણી જોઈને આપવામાં આવ્યું હતું કે પછી પાકમાં જંતુનાશક દવાના કારણે આ હાથીઓના મોત થયા છે તે મુદ્દે પણ તપાસનો વિષય કેન્દ્રિત થયો છે.

Website_Ad_1200_1200.width-800

વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ SITની રચના કરી

ઘટનાની ગંભીરતાને જોતા મામલો કેન્દ્ર સુધી પહોંચ્યો, ત્યારબાદ કેન્દ્ર સરકારે સંજ્ઞાન લીધું અને ભોપાલ STF સિવાય વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ પણ પોતાની SIT ટીમની રચના કરી છે. આ કેસમાં નિયુક્ત એસટીએફએ આસપાસના ખેતરો અને સાત ઘરોમાં તલાશી લીધી છે. આ ઉપરાંત તપાસ ટીમ 5 કિલોમીટરની ત્રિજ્યામાં શિકાર અને ઝેર સહિતના વિવિધ સ્થળોએ પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Video / દિવાળી પર પુત્રએ એવી ગિફ્ટ અર્પણ કરી, કે માંને હૈયામાં હરખ ન સમાયો, જુઓ રિએક્શન

સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર

સરકારના મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અગાઉ ચાર હાથીઓના મોત થયા હતા. બુધવારે ચારના દુઃખદ મોત થયા છે. કેન્દ્રની તપાસ ટીમ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. ઝેર ખુરાનીથી લઇ તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે. સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે કારણ કે આ મામલો જંગલી પ્રાણીઓનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bandhavgarh national park ElephantsDeath madhya pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ