બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં પાપનું પોટલું! એક જ દિવસમાં ત્રણ સ્થળેથી ત્યજાયેલી હાલતમાં મળ્યા નવજાત, એકમાં તો...
Last Updated: 11:38 PM, 8 November 2024
મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી.. અહીંના માર્કેટ યાર્ડમાં નવજાત શીશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું.. લોકોની નજર પડી ત્યારે શ્વાનના મોઢામાં નવજાત શીશું હતું. લોકોએ માંડ-માંડ શ્વાનના મોંમાંથી નવજાતનો મૃતદેહ બહાર ખેંચી કાઢ્યો હતો.
ADVERTISEMENT
શ્વાને શિશુને ફાડી ખાધું હતું. નવજાત શીશુનો કમરથી નીચેનો ભાગ મળ્યો ન હતો. પાપ છુપાવવા માટે નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંતરામપુર પોલીસ મથકમાં બાળકને ત્યજી દેનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે બાળકને ત્યજી દેવાની આજના એક જ દિવસમાં સામે આવેલી આ ત્રીજી ઘટના હતી..આવીજ એક ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર રોડ પર ઘટી હતી..જેમાં ત્રણથી ચાર માસનું નવજાત શીશું ઝાડીઓમાંથી મળી આવ્યું હતું.. જો કે સારી વાત એ હતી કે નવજાત બાળક જીવતું હતું અને બિલકુલ સ્વસ્થ હતું.. તેના રડવાનો અવાજ સાંભળીને ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે બાઇક રોક્યું હતું અને બાળકને ઝાડીમાંથી બહાર લઇ આવી પોલીસને જાણ કરી બાળકને પોલીસને સોંપ્યું હતું.
ADVERTISEMENT
તો બનાસકાંઠા જિલ્લાના તડાવ ગામે તળાવ પાસેથી ત્યજાયેલી હાલતમાં નવજાત શીશું મળી આવ્યું હતું.. આ નવજાત શીશું સામાન્ય રીતે હોસ્પિટલમાં નવજાત શીશુને જે કપડા આપવામાં આવે છે તેવા કપડામાં હતું. તેની માતા તેને તળાવના કિનારે ત્યજીને જતી રહી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ગ્રામજનોની નજર પડતા તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી અને બાળક પોલીસને સોંપ્યું હતું.
આ પણ વાંચોઃ 12મીએથી લીલી પરિક્રમા, શ્રદ્ધાળુઓની સગવડ માટે કલેક્ટર એક્ટિવ, આપ્યાં મોટા આદેશ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.