અજાણ્યા શખ્સે સળગતુ ટાયર હાથી પર ફેંક્યુ, જે હાથીનાં કાનમાં ફસાઈ ગયુ. સળગતા ટાયરને લીધે હાથી ખરાબ રીતે ઘાયલ થઈ ગયો અને થોડા સમયમાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ થયું.
વન વિભાગનાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલ દરેક પ્રયાસો બાદ પણ હાથીનો જીવ ના બચી શક્યો
સારવાર દરમિયાન હાથી મૃત્યુ પામ્યો
તમિલનાડુનાં નીલગીરીમાં એક હાથીનાં મૃત્યુએ લોકોનાં હૃદયને હચમચાવી દીધું. સળગેલા ટાયરને લીધે ઘાયલ બનેલ હાથી સારવાર દરમિયાન મૃત્યુ પામે છે જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો ઇમોશનલ બની રહ્યાં છે.
સળગતા ટાયરને લીધે 40 વર્ષિય હાથીનું દુખદ મૃત્યુ
આ સમગ્ર ઘટના નીલગીરીનાં મસિનાગુડી ક્ષેત્રનો છે. કથિત રીતે કોઈ વ્યક્તિએ ટાયરમાં આગ લગાવીને તેને 40 વર્ષિય એક હાથી પર ફેંકી દીધુ. જે સળગતું ટાયર હાથીનાં કાન પર ફસાઈ ગયુ અને જેનાથી હાથી દર્દથી આમતેમ ભાગવા લાગ્યો હતો. જેનાંથી તેનાં કાનની આસપાસનો ભાગ ખૂબ ખરાબ રીતે બળી ગયો હતો. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વન રેન્જર હાથીની સૂંઢ પકડીને રડી પડ્યો
તે હાથીની અંતિમ વિદાઈનો પણ એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં એક વન રેન્જર ટ્રકમાં રહેલા હાથીની સૂંઢને પકડીને રડી રહ્યો છે. વન રેન્જર્સનાં આ ઇમોશનલ વીડિયોએ સોશિયલ મીડિયા પર દરેકને ભાવુક કરી દીધા છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર હજારો લોકોએ આ વીડિયો જોયો છે.
મુદુમલાઈ ટાઇગર રિઝર્વમાં હાથીએ દમ તોડ્યો
તે હાથીને ઘાયલ હાલતમાં જોઈને વન રેંજર્સ સારવાર માટે તેને મુદુમલાઈ ટાઈગર રિઝર્વ લઈ જવામાં આવ્યો. જોકે વન વિભાગનાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયાસો બાદ પણ હાથી બચી ના શક્યો. હાથીએ સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો. ત્યારબાદ હાથીને ક્રેનની મદદથી ટ્રક પર લઈ જઈને તેની અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવ્યો હતો.