બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / પાટણના સેવાળા ગામના યુવકનું જર્મનીમાં શંકાસ્પદ મોત, તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ, અંતિમ વિધિ માટે લવાશે સુરત
Last Updated: 12:43 PM, 27 July 2024
Chirag Patel Died In Germany : વિદેશમાં અગાઉ ભારતીય યુવકની હત્યાના બનાવો સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન હવે જર્મનીમાં અભ્યાસ કરવા ગયેલ પાટણના એક યુવકની લાશ મળી આવી છે. જર્મનીના હોપ સિટીના તળાવમાંથી આ યુવકની લાશ અંદાજિત ચારેક દિવસ પહેલા મળી હોવાનું સામે આવ્યું છે. બે બહેનો વચ્ચે એકના એક ભાઈના નિધનના સમાચાર પરિવારને મળતા પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ હવે વિદેશ મંત્રાલયના સહયોગથી ચિરાગ પટેલનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી અંતિમવિધિ માટે સુરત લઈ જવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતથી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતાં હોય છે. આવો જ એક યુવાન જે ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયો પણ ફરી પાછો જ ન ફર્યો. વાત છે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામની. સેવાળાનો ચિરાગ રમેશભાઈ પટેલ નામનો યુવક પરિવારમાં બે બહેનો વચ્ચે એકનો એક પુત્ર હતો. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા આ યુવક જર્મની ઓટોમોબાઇલના અભ્યાસ અર્થે ગયો હતો. આ સાથે ચિરાગ પટેલનો પરિવાર ધંધાર્થે સુરત સ્થાઈ થયો હતો.
ADVERTISEMENT
જર્મનીના હોપ સિટીના તળાવમાંથી મળી લાશ
ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના ચિરાગ રમેશભાઈ પટેલ નામના યુવકની જર્મનીના હોપ સિટીના તળાવમાંથી લાશ મળી આવી છે. જોકે યુવકની લાશ મળ્યા બાદ અનેક તર્ક-વિતર્ક પણ સર્જાયા છે. બે બહેનો વચ્ચે એકનાં એક ભાઈ ચિરાગ પટેલની ભેદી સંજોગોમાં લાશ મળ્યા બાદ હવે વિદેશ મંત્રાલયના સહયોગથી ચિરાગ પટેલનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી અંતિમવિધિ માટે સુરત લઈ જવામાં આવશે.
વધુ વાંચો : Video: 25 વર્ષ બાદ જામનગરમાં નજરે પડ્યું ભારતીય ગીધ, પક્ષી પ્રેમીઓમાં ખુશીનો માહોલ
રક્ષાબંધન પહેલા બહેનો ને માથે આભ ફાટ્યું
પાંચ વર્ષ પહેલા જર્મની ગયેલ ભાઈના મોતના સમાચાર મળતા સેવાળાના પટેલ પરિવારની બંને બહેનોને માથે તો જાણે આભ ફાટી પડ્યું છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા જ ભાઈના મોતના સમાચારથી બંને બહેનો ભાંગી પડી છે. આ સાથે પરિવારની પણ રડી-રડીને હાલત ખરાબ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.