Dead Body is Life Proof On Mars Planet NASA And Ohio University Dr William Romoser Research
દાવો /
મંગળ ગ્રહ પર મળ્યું 'ડેડ બોડી', વૈજ્ઞાનિકોએ કર્યો દાવો- જીવન શક્ય છે
Team VTV09:47 AM, 22 Nov 19
| Updated: 09:54 AM, 22 Nov 19
મંગળ ગ્રહ પર અમેરિકી વૈજ્ઞાનિકોને ડેડ બોડી મળ્યું છે. જેમાં માથું, શરીર, પગ મળી આવ્યા છે. અમેરિકી એજન્સી NASA સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો આ ડેડ બોડીના ફોટોનું અધ્યયન કરી રહ્યા છે જેથી ખ્યાલ આવી શકે છે શું ખરેખર મંગળ ગ્રહ પર જીવન હોવાનું શક્ય છે?
વૈજ્ઞાનિકોનો દાવો- મંગળ પર જીવન શક્ય
મંગળ ગ્રહ પર મળ્યું 'ડેડ બોડી'
NASA સહિતના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે અધ્યયન
ક્યાં ચાલી રહ્યું છે અધ્યયન?
અમેરિકાની ઓહાયો યૂનિવર્સિટીના કીટ વિજ્ઞાની અને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ડૉ.વિલિયમ રોમોસર અધ્યયન કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે મંગળ ગ્રહ પર જીવનના અંશ મળ્યા છે. તેઓએ અધ્યયનને વિશે ઈન્ટરનેશનલ એન્ટોમોલોજી કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
કયા આધારે કહેવાયું કે મંગળ પર જીવન છે?
ડૉ.વિલિયમ રોમોસર અનેક વર્ષોથી મંગળ ગ્રહના ઓનલાઈન ફોટોનું અધ્યયન કરી રહ્યા છે. આ સમયે તેઓએ અનેક વાર કીડા જેવા આકારના ઉદાહરણ જોયા. તેમને આ ફોટો માર્સ રોવરથી મળ્યા હતા.
સાપ, માખીઓને મળતી આવે છે મંગળની આકૃતિઓ
ડૉ.વિલિયમ રોમોસરના આધારે મંગળથી મળેલા ફોટોના આધારે જાણી શકાય છે કે ત્યાં એવી આકૃતિઓ મળી આવી છે જે સાપ, માખીોને મળતી આવે છે.
શું ખરેખર મંગળ ગ્રહ પર જીવન શક્ય છે?
ડૉ.વિલિયમ રોમોસરનો દાવો છે કે મંગળ ગ્રહ પર જીવનના અંશ જીવાશ્મોના રૂપમાં મળ્યા છે. જીવિત કીટ- પતંગો પણ હોઈ શકે છે. તેમાં કેટલાક પાંખ હતા અને તે ફફડતા પણ હતા. કેટલાક સ્ટ્રક્ચરમાં ગ્લાઈડિંગ અને ઉડાન ભરવાની ક્ષમતા પણ જોવા મળી હતી.
મંગળ પર જરૂરી ઉર્જાનો સ્ત્રોત છે?
ડૉ.વિલિયમ રોમોસરે કહ્યું કે મંગળ ગ્રહ પર અનેક પગવાળી આકૃતિઓ મળી હતી. જ્યારે માર્સને મોકલવામાં આવ્યા રોવર્સ અને ખાસ કરીને ક્યૂરોસિટીએ જૈવિક ગતિવિધિના સંકેત શરૂ કર્યા તો તેમને મોકલવામાં આવેલા ફોટામાં સરીસૃપ વર્ગના જીવ પણ જોવા મળ્યા હતા.
ભવિષ્યમાં જીવન શક્ય છે?
ક્યૂરોસિટી રોવરથી લેવામાં આવેલા કેટલાક ફોટોમાં મકડી, કોક્રોચ જેવા અનેક ઓર્ખોપોડ જીવના સંકેત મળ્યા છે. ડૉ.વિલિયમ રોમોસરે કહ્યું કે આ આકૃતિઓનું સ્વરૂપ ભવિષ્યમાં મળનારી જાણકારીના આધારે બદલાઈ પણ શકે છે.