બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / deactivate-11-44-lakh-pancard

NULL / 11.44 લાખ PAN કરી દેવાયા Deactivate આ રીતે જાણી શકશો તમારૂ કાર્ડ Active છે કે નહી?

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દેશભરમાં લગભગ 11.44 લાખથી વધારે પાન કાર્ડને બંધ કરી દેવામાં આવ્યા છે અથવા નિશ્ક્રિય કરી દેવાયા છે. આવું એવા લોકો સાથે કરવામાં આવ્યું છે જેમના પાસે એકથી વદારે પાનકાર્ડ હોય. આ જાણકારી નાણાં રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારે આપી છે. 

પાન કાર્ડ ફાળવણીનો નિયમ છે કે એક વ્યક્તિ પાસે એક જ પાનકાર્ડ હોવું જોઈએ. આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ઝડપીમાં ઝડપી પાનકાર્ડને આદાર સાથે લિંક કરવામાં આવે નહીં તો પાનકાર્ડ બંધ થઈ શકે છે. 

હવે કેટલાએ લોકોને આશંકા ચે કે બંધ કરવામાં આવેલ પાનકાર્ડમાં તેમનું પાનકાર્ડ પણ બંધ નથી ગયું ને. અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓનલાઈન તમે તમારા પાનકાર્ડનું સ્ટેટસ જાણી શકો છો. 

આ રીતે જાણો પાનકાર્ડ એક્ટિવ છે કે નહી 

1 -  ઈન્કમટેક્ષની વેબસાઈટ પર ક્લિક કરો. સાઈટ પર KNOW YOUR PAN વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. આ વેબસાઈટ પર કોઈ પણ પ્રકારનું લોગીંગ કરાવાની જરૂર નથી. incometaxindiaefiling.gov.in/e-Filing/Services/KnowYourPanLinkGS.htmlથી પણ ડાયરેક્ટ જઈ શકો છો. આના પર ક્લિક કર્યા બાદ એક નવી વીંડો ઓપન થશે. 

2 - ફોર્મમાં દર્શાવ્યા મુજબ તમારી પુરૂ નામ ભરવાનું રહેશે. આ નામ પાનકાર્ડ પર દર્શાવવામાં આવેલ જાણકારી પ્રમાણે જ હોવું જોઈએ. જો તમે મિડલ નામ નથી લખતા તો આ કોલમને ખાલી છોડી શકો છો. પાનકાર્ડમાં આપવામાં આવેલ જન્મ તારીખ લખો. મોબાઈલ નંબરની જાણકારી આપી સબમિટ પર ક્લિક કરો. 

3 - હવે તમારા મોબાઈલ પર કોડ નંબર આવશે. કોડને નવા વીંડોમાં આપવામાં આવેલ વિકલ્પમાં લખો અને પછી વેલિડેટ પર ક્લિક કરો. 

4 - આટલું કરાવાથી યૂઝરને પોતાના પાનકાર્ડનું સ્ટેટસ શું છે તે ખબર પડી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ