મહામારી / આજે સવારે 11 વાગ્યે DCGI કરી શકે છે મોટું એલાન, તો ભારતને મળશે 2 વેક્સિન!

DCGI vaccine announcement covishield covaxin coronavirus india

દેશમાં હવે બે કોરોના વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની એક્સપર્ટ પેનલે શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને પણ કડક નિયમોની સાથે ઈમરજન્સી યુઝ માટે એપ્રુવલ આપી દીધું છે. મહત્વનું છે કે, એક દિવસ પહેલાં જ એક્સપર્ટ પેનલની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડને ઈમરજન્સી યુઝ માટે સશર્ત મંજૂરી આપી હતી. હવે બંને વેક્સિનને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે DCGIથી ટૂંક સમયમાં એપ્રુવલ મળશે તેવી આશા છે. સવારે 11 વાગ્યે DCGI આ અંગે એલાન કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ