બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Dayabhabhi is still not coming to tmkoc, fans said boycott tmkoc after watching the last episode
Vaidehi
Last Updated: 09:46 AM, 3 December 2023
ADVERTISEMENT
તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ઘણાં વર્ષોથી ટીવીનો બેસ્ટ કોમેડી ફેમિલી શો રહ્યો છે. તેની ફેન ફોલોઈંગ ઘણી વિશાળ છે. છેલ્લાં થોડા સમયમાં શૉનાં તમામ સારા એક્ટર્સ શૉ છોડી ચૂક્યાં છે. એ બાદ તેના પ્લોટમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યાં છે. પણ આ શૉમાં હવે પહેલા જેવી વાત રહી નથી. શૉને લઈને ફરી એકવાર દયાબેનની વાપસીને લઈને ચર્ચા શરૂ થઈ હતી પણ હવે દયાબેનની એન્ટ્રી ન થવાને લીધે લોકો ક્રોધિત થયાં છે અને ટ્વીટર પર શોને બોયકૉટ કરવાની માંગ કરી રહ્યાં છે.
#boycotttmkoc ho gye khus sab fans ka dill Tod ke 💔 Ab Nhi bandh karo #tmkoc pic.twitter.com/Pisuig1LCB
— sahil khatri (@realsahilgaming) December 2, 2023
ADVERTISEMENT
દયાબેનની વાપસીની ખબર
આ પહેલા જણાવવામાં આવ્યું હતું કે tmkoc એક નવા વળાંક પર છે કારણકે દયાબેનની વાપસી થવાની છે. જો કે હાલનાં એપિસોડમાં આપણને એક સીન જોવા મળ્યો જેમાં જેઠાલાલ નીચે જઈને દયાબેનનાં આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ટપ્પૂએ સુંદરલાલને સોસાયટીમાં આવવાનાં તેમના સમય અંગે પૂછવા માટે ફોન કર્યો હતો.
Everybody who is an ardent fan of TMKOC ,officially boycott the show from Monday.
— Parth (@heistkid) December 2, 2023
Time to teach this bh@nd @AsitKumarrModi and makers.
RETWEET and shoot your tweets with #BoycottTMKOC@TMKOC_NTF @sabtv @dilipjoshie pic.twitter.com/INtFYoyKjO
ન આવી દયા
છેલ્લે જ્યારે દયાબેન ગોકલધામમાં એન્ટ્રી કરવાનાં જ હતાં તેવામાં જેઠાલાલે એક કારને અચાનક સોસાયટીમાં અંદર આવતાં જોયું અને તે અત્યંત ખુશ થઈ ગયાં. પણ તેમાં દયાબેન નહોતી. આ ક્લિપમાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે મહેતા સાહેબ ચિંતામાં દેખાયા. ગાડીમાં દયાબેન ન હોવાને લીધે જેઠાલાલનું દીલ તૂટી ગયું અને એ સોસાયટીની બહાર જતો રહ્યો.
ફેન્સમાં ગુસ્સો
કારનો દરવાજો ખુલતાની સાથે જ જેઠાલાલ ખુશ થઈ ગયાં અને ટપ્પૂની માંને જલ્દી બહાર આવવા માટે કહ્યું. પણ ગાડીમાં દયાબેન નહોતી. શૉમાં હજુ સુધી દયાબેન પાછા આવ્યાં નથી આ જોઈને ફેન્સ ગુસ્સે થયાં છે. આ બધું જોઈને લોકો ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યાં છે. બોયકોટ ધ શૉની વાત ફેન્સ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.