બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:19 PM, 27 January 2022
ADVERTISEMENT
ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ માટે એક ખુશ ખબર છે. જલ્દી જ શોમાં દયાબેન પરત ફરી શકે છે. જી હાં, આવનાર થોડા સમયમાં દયાબેન પોતાના ગરબા કરતા ટીવીમાં દેખાઈ શકે છે. પરંતુ તેના માટે દયાબેને મેકર્સ સામે અમુક શરતો મુકી છે.
ADVERTISEMENT
પરત ફરી શકે છે દયાબેન
ટીવીના ફેમસ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમયથી દયા બેન એટલે કે દિશા વાકાણી જોવા નથી મળી રહી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી પરંતુ પરત ન ફરી. આ વચ્ચે ઘણી વખત સાંભળવા મળ્યું કે દિશા સીરિયલમાં પરત ફરવાની છે. પરંતુ ફેન્સને હંમેશા નિરાશા જ મળી.
દિશા વાકાણીના પતિ મયૂરે પણ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું કે તેમની પત્ની શોમાં પરત નહીં ફરે. પરંતુ હવે ફરી એક વખત આશા દેખાઈ રહી છે કે દિશા શોમાં પરત ફરી શકે છે.
દિશા વાકાનીએ મુકી છે શરતો
એક ખબર અનુસાર જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ દયાબેનની ફી વધારી આપે એટલે કે પર એપીસોડ 1.5 લાખ કરી આપે અને દિશા દિવસના ફક્ત 3 કલાક જ કામ કરવાની શરત માની લે તો તે કામ પર પરત ફરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશાના પતિ મયૂર શોના મેકર્સ સાથે નેગોશિએટ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના બાળક માટે પર્સનલ નર્સરી પણ બનાવવામાં આવવે તેવી માંગ છે. અને એક નેની પણ અસાઈન કરવામાં આવે જે હંમેશા બાળકની સાથે રહે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.