વર્લ્ડ કપ 2019ને થોડા દિવસો જ રહ્યા છે, પરંતુ યજમાન ઇંગ્લેન્ડે દુનિયાભરની ટીમોને ટ્રેલર બતાવી દીધું છે. ઇંગ્લેન્ડે ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે કે બોલર્સ સાવધાન બની જાય. તેમના બેસ્ટમેન ધોલાઇ કરવા માટે તૈયાર છે.
આ ચિત્ર સ્પષ્ટ થાય છે, પાકિસ્તાન વિરુદ્ધ મંગળવારે રમવામાં આવેલી ત્રીજી વનડે મુકાબલાથી. જોની બેર્યસ્ટો (128) ની ધુંઆધાર ઇનિંગથી ઇંગ્લેન્ડે 358 રનના લક્ષ્યને સરળતાથી ચેઝ કરી લીધો.
મેચ પૂર્ણ થયાને લગભગ બે દિવસ થયા છે. પરંતુ આ મેચમાં ઇંગ્લેન્ડના લેફ્ટી સીમર ડેવિડ વિલેનો કેચ હજુ પણ ચર્ચાનો વિષય બન્યો છે. નંબર આઠ બેસ્ટમેન શાહીન શાહ આફરીદીએ શોટ રમવાની કોશિશ કરી, તો વિેલે ડાબી બાજૂ દોડી અવિશ્વસનીય કેચ ઝડપી લીધો.
જ્યારે ઇંગ્લેન્ડના બેસ્ટમેનોએ આ મેચમાં સિક્સની વણઝાર લગાવી દીધી. મેચમાં એક-બે સિક્સ નહીં પરંતુ 16 સિક્સ ફટકારી નાંખ્યા. બેયર્સ્ટોએ પાંચ સિક્સ લગાવી, તો જેસન રોયએ 4 અને મોઇન અલીએ 3 સિક્સ લગાવી. પાકિસ્તાન વિરુદ્ધ શરૂઆતની 3 મેચોએ એ સ્પષ્ટ કરી નાંખ્યું છે કે જો વર્લ્ડ કપ જીતનાર કોઇ ટીમ પ્રબળ દાવેદાર છે તો તે ઇંગ્લેન્ડ છે.