બુધવારની દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં બોલ સ્ટમ્પ પર વાગ્યો અને લાઈટ થઇ હોવા છતાં પણ બેલ્સ ન પડતા ડેવિડ વોર્નર નોટ આઉટ જાહેર થયા.
ડેવિડ વોર્નર થયા નોટ આઉટ જાહેર
બોલ સ્ટમ્પ પર જઈ વાગ્યો અને લાઈટ પણ થઇ
બેલ્સ ન પડતા આઉટ ન થયા વોર્નર
ડેવિડ વોર્નર થયા નોટ આઉટ જાહેર
IPL 2022માં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ જોવા મળી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી, ત્યારે દિલચસ્પ ઘટના બની. પછી બોલ સ્ટમ્પ સાથે અથડાયો અને લાઈટ પણ થઇ પણ બેલ્સ નીચે પડ્યા નહીં, આવામાં તેમને જીવનદાન મળ્યું.
બોલ સ્ટમ્પ પર જઈ વાગ્યો અને લાઈટ પણ થઇ
દિલ્હી કેપિટલ્સની બેટિંગની 9મી ઓવરમાં જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલ બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ઓવરનાં છેલ્લા બોલ પર આ બોલ બેટ પાસે નીકળતા સીધો સ્ટમ્પ પર જઈ વાગ્યો. સ્ટમ્પની લાઈટ પણ થઇ, પણ બેલ્સ પડ્યા નહીં, આવામાં ડેવિડ વોર્નર બચી ગયા.
આમ થવા પર સૌ કોઈ હેરાન રહી ગયા, ખુદ ડેવિડ વોર્નર પણ આ જોઇને હસી પડ્યા, જ્યારે બોલર યુઝવેન્દ્ર ચહલ પણ હસી પડ્યા.
જણાવી દઈએ કે આવું ઘણી વાર જોવા મળ્યું છે, જ્યારે બોલ સ્ટમ્પ પર લાગે છે, પણ બેલ્સ પડતી નથી. જોકે નિયમ અનુસાર, બેલ્સ પાડવા જરૂરી છે. આવું ન થઇ શક્યું, એ કારણે ડેવિડ વોર્નર નોટ આઉટ જાહેર થયા.
દિલ્હી કેપિટલ્સે આપી રાજસ્થાન રોયલ્સને માત
Match Report - An authoritative match-winning century stand between Mitchell Marsh and David Warner resulted in a crucial victory for DC after they chased down the target with eleven balls to spare - writes @mihirlee_58
ડેવિડ વોર્નરની વાત કરીએ તો તેઓ આ IPL 2022માં જબરદસ્ત ફોર્મમાં છે. દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નર સૌથી વધારે રન બનાવનાર પ્લેયર છે અને આ સીઝનમાં 400થી વધારે રન તેમણે બનાવ્યા છે.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સે 8 વિકેટથી જીત મેળવી, રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા 160 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી તરફથી મિશેલ માર્શે 89 રન અને ડેવિડ વોર્નરે 52 રન બનાવ્યા.