બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: શૉટ રમતાની સાથે બેટ તૂટયું, દિગ્ગજ ખેલાડીના માથે પટકાયું, વીડિયો વાયરલ

સ્પોર્ટ્સ / VIDEO: શૉટ રમતાની સાથે બેટ તૂટયું, દિગ્ગજ ખેલાડીના માથે પટકાયું, વીડિયો વાયરલ

Last Updated: 12:20 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બેશ લીગમાં સિડની થંડર્સ અને હોબાર્ટ હરિકેન્સ વચ્ચે રમતા મુકાબલામાં એક વિચિત્ર ઘટના બની. શોટ રમતા જ બેટ્સમેનનું બેટ તૂટીને હાથમાં લટકી ગયું અને માથા પર અથડાયું.

ક્રિકેટના મેદાનમાં અમુક એવી ઘટના બને છે કે જેને જોઈને સમજાતું નથી કે તેના પર હસવું કે ખેલાડી માટે અફસોસ કરવો જોઈએ. કંઈક આવો જ નજારો બિગ બેશ લીગમાં પણ જોવા મળ્યો, જ્યાં પોતાના જ બેટે બેટ્સમેનને દગો આપ્યો. શોટ રમત જ બેટ તૂટીને હાથમાં લટકી ગયો અને માથા પર ઈજા થઈ તે પાછી નફાની. આ વિચિત્ર ઘટના સિડની થંડર્સ અને હોબાર્ટ હરિકેન્સ વચ્ચે રમતી મેચમાં બની છે.

બેટે આપ્યો દગો

હકીકતમાં આ વિચિત્ર ઘનતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે બની છે. વોર્નરે બેટ્સના નીચે આવે બોલ જોરથી મારી, પરંતુ તે ગેપ શોધવામાં અસફળ રહ્યો. જોકે, આ શોટ રમતા વોર્નરનું બેટ તૂટીને તેના હાથમાં લટકી પડ્યું. વોર્નરે બેટ ખૂબ ઝડપથી ઘુમાવ્યું હતું, જેના કારણે બેટ તેના માથા પર જઈને અથડાયું. જોકે સારું છે કે વોર્નરને કોઈ ઇજા નથી થઈ. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

PROMOTIONAL 12

વોર્નરે રમી ધાંસુ ઇનિંગ

ડેવિડ વોર્નરે હોબાર્ટ હરિકેન્સ વિરુદ્ધ રમાયેલ મુકાબલામાં બેટથી ખૂબ ધમાલ મચાવ્યો. પૂર્વ કાંગારૂ સલામી બેટ્સમેન  66 બોલ પર 88 રનની સારી ઇનિંગ રમી. પોતાની આ ઇનિંગ દરમિયાન વોર્નરે 7 ચોકા ફટકાર્યા હતા. ડાબોડી બેટ્સમેન દ્વારા રમાયેલી ધાંસુ ઇનિંગ પર સિડની થંડર્સની પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન ફટકાર્યા. જોકે વોર્નરને બીજા છેડેથી અન્ય બેટ્સમેનોનો ટેકો મળી શક્યો નહીં.        

વધુ વાંચો:પાકિસ્તાનમાં નહીં થાય ચેમ્પિયન ટ્રોફી? PCB તરફથી સામે આવ્યું અપડેટ

હોબાર્ટ હરિકેન્સે મારી બાજી

સિડનીથી મળ્યા 165 રનનો ટાર્ગેટ હોબાર્ટ હરિકેન્સે હસતાં-હસતાં પૂરા કરી લીધા. ટીમની શરૂઆત સારી ન હતી અને બંને સલામી બેટ્સમેન 32 રન પર પવેલિયન પરત ફરી ગયા. નિખિલ ચૌધરી 23 બોલ પર 29 રનની ઇનિંગ રમી. જોકે, અસલી ધમાલ ટીમ ડેવિડે મચાવ્યો. ડેવિડે માત્ર 38 બોલનો સામનો કરીને 68 રનની તોફાની ઈનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. તે જ સમયે, ક્રિસ જોર્ડને 18 રનની અણનમ ઇનિંગ રમી.   

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

David Warner Warner broken bat Big Bash League
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ