બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / ડેવિડ વોર્નર બન્યો પુષ્પા, ગુંડાઓની એવી કરી ધોલાઇ કે અલ્લૂ અર્જુન પણ ચોંકી ગયો

"ફાયર હૈ મે" / ડેવિડ વોર્નર બન્યો પુષ્પા, ગુંડાઓની એવી કરી ધોલાઇ કે અલ્લૂ અર્જુન પણ ચોંકી ગયો

Last Updated: 07:37 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લૂ અર્જુનની મૂવી પુષ્પા 2 આગામી સ્વતંત્રતા દિવસ 15મી ઓગષ્ટએ રિલીઝ થશે. તેના બે સોંગ પણ બહાર પાડવામાં આવ્યા છે, જેને ખૂબ પસંદ કરાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ડેવિડ વોર્નરની એક એડ વાયરલ થઈ છે જેમાં તેને પુષ્પારાજની સ્ટાઈલમાં ગુંડાઓને પોતાનો સ્વેગ બતાવ્યો હતો.

અલ્લૂ અર્જુનની મૂવી પુષ્પા 2 આગામી સ્વતંત્રતા દિવસ 15મી ઓગષ્ટએ રિલીઝ થશે. તેના બે સોંગ પણ બહાર પાડવામાં આવ્યા છે, જેને ખૂબ પસંદ કરાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ડેવિડ વોર્નરની એક એડ વાયરલ થઈ છે જેમાં તેને પુષ્પારાજની સ્ટાઈલમાં ગુંડાઓને પોતાનો સ્વેગ બતાવ્યો હતો.

વર્ષ 2021માં રિલીઝ થયેલી સાઉથની મૂવી પુષ્પાએ દેશભરમાં ધૂમ મચાવી હતી. તેને બોક્સ ઓફિસ પર પણ દરેક રેકોર્ડ તોડ્યા હતા. હવે આ મૂવીની સીક્વલ Pushpa 2: The Rule 15મી ઓગસ્ટએ રિલીઝ થશે. જે મૂવીની ફેન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. પુષ્પા ફિલ્મના ડાયલોગ્સે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી દિધી હતી. "ફાયર હે મે" અને "ઝુકેગા નહીં"ના Memeનું સોશિયલ મીડિયામાં પુર આવી ગયું હતું.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પણ પુષ્પા મૂવીનો ફેન છે. વોર્નર અગાઉ પણ પુષ્પાની રિલ્સ બનાવી ચુક્યો છે. હવે ફરી તેને એક એડ. સોશિયલ મીડીયામાં શેર કરી છે, જેમાં તે પુષ્પારાજની નકલ કરી રહ્યો છે. તેની આ એડ જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. અલ્લૂ અર્જુને પણ આ વીડિયો નોટિસ કર્યો છે.

વોર્નરની આ નવી એડમાં તે પુષ્પારાજની સ્ટાઈલમાં ગુંડાઓની ધુલાઈ કરી રહ્યો છે. આ વીડિયો ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં અલ્લૂ અર્જુને પણ તેની પર રિએક્ટ કર્યું હતું. અલ્લૂ અર્જુને હાસ્યવાળી ઈમોજી સાથે થમ્સ-અપ અને ફાયરના ઈમોજીથી પોતાનું રિએક્શન આપ્યુ હતુ.

વાંચવા જેવું: મૌની રોયે બિકીની પહેરીને વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, સ્પેનના બીચ પર આપ્યા ટુ-પીસમાં ગ્લેમરસ પોઝ, જુઓ ફોટોસ

ઉલ્લેખનીય છે કે, અલ્લૂ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ સ્ટારર પુષ્પા 2 મૂવી આગામી સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે. પુષ્પા-2ને સુકુમાર ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મના બે સોંગ પણ બહાર પાડવામાં આવ્યા છે. જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

David Warner Pushpa 2 Allu Arjun
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ