બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Daughters who have passed class 10 can also become firemen in the navy

અગ્નિવીર / ધોરણ 10 પાસ થયેલી દીકરીઓ પણ બની શકે છે નૌસેનામાં અગ્નિવીર, 5 સરળ સ્ટેપ્સમાં સમજો આખી પ્રોસેસ

Priyakant

Last Updated: 02:24 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેનામાં અગ્નિવીર બનશે મહિલાઓ: અગ્નિપથ યોજના 2022-23 હેઠળ ભારતીય નૌકાદળમાં 01/2022 (ડિસેમ્બર 2022) બેંચ માટે અગ્નિવીર MR ભરતી 2022 અરજી માટેની છેલ્લી તારીખ નજીક

 • અગ્નિવીર MR ભરતી 2022: નૌસેનામાં અગ્નિવીર બનશે મહિલાઓ
 • 30 જુલાઈ 2022 પહેલા અરજી ફોર્મ ભરી શકશે મહિલા ઉમેદવારો 
 • અગ્નિવીર બનવા માટે છોકરીઓનું અપરિણીત હોવું જરૂરી છે

ભારતીય નૌકાદળમાં છોકરીઓ માટે 'અગ્નવીર' બનવાની મોટી તક છે. અગ્નિપથ યોજના 2022-23 હેઠળ ભારતીય નૌકાદળમાં 01/2022 (ડિસેમ્બર 2022) બેંચ માટે અગ્નિવીર MR ભરતી 2022 અરજી માટેની છેલ્લી તારીખ નજીક છે. જે ઉમેદવારોએ હજુ સુધી ઓનલાઈન અરજી કરી નથી તેઓ ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને 30 જુલાઈ 2022 પહેલા અરજી ફોર્મ ભરી શકે છે. ભારતીય નૌકાદળમાં 20 ટકા અગ્નિવીર મહિલાઓની ભરતી કરવામાં આવશે.

છોકરીઓ માટે 20% બેઠકો અનામત

ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2022 ઝુંબેશ દ્વારા કુલ 200 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે જેમાં 40 જગ્યાઓ છોકરીઓ માટે છે.  એન્જિનિયરિંગ, મિકેનિકલ, મેડિકલ આસિસ્ટન્ટ, એરમેન, લોજિસ્ટિક, હાઈજિનિસ્ટ, મ્યુઝિશિયન, નાવિક અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની પોસ્ટ માટે છોકરીઓની ભરતી કરવામાં આવશે. જણાવી દઈએ કે, અગાઉ SSRની 2800 ખાલી જગ્યાઓમાંથી 560 જગ્યાઓ છોકરીઓ માટે હતી, આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2022 સુધી હતી.

મહિલાઓ માટે જરૂરી લાયકાત  શું ? 

 • સૌથી પહેલા તો અગ્નિવીર બનવા માટે છોકરીઓનું અપરિણીત હોવું જરૂરી છે. 
 • પરિણીત યુવતીઓ આ ભરતી માટે અરજી કરી શકતી નથી
 • કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ છોકરીઓ ભારતીય નૌકાદળ અગ્નિવીર એમઆર માટે અરજી કરી શકે છે.
 • વય મર્યાદા ઓછામાં ઓછી 17 થી 21 વર્ષ છે, મહત્તમ વય મર્યાદા ફક્ત આ વર્ષ માટે 23 વર્ષ સુધીની છે.
 • ઊંચાઈ - 152 સેમી એટલે કે 4 ફૂટ 11 ઇંચ

પસંદગી પ્રક્રિયાને 5 સ્ટેપમાં સમજો

 • સ્ટેપ 1: સૌ પ્રથમ પાત્ર ઉમેદવારોએ ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરવાની રહેશે.
 • સ્ટેપ 2: લાયક ઉમેદવારોને ધોરણ 10માં પાસ થવાની ટકાવારીના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
 • સ્ટેપ 3: પસંદગી પામેલા ઉમેદવારોને લેખિત કસોટી અને ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
 • સ્ટેપ 4: પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે જેમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને મેડિકલ ટેસ્ટ માટે INS ચિલ્કા પર મોકલવામાં આવશે.
 • સ્ટેપ 5: જે ઉમેદવારો મેડિકલ ટેસ્ટમાં યોગ્ય જણાય છે તેમની નોંધણી કરવામાં આવશે. 

અગ્નિવીરોને કેટલો પગાર અને કઈ સુવિધાઓ મળશે ? 

સૂચના અનુસાર, ઉમેદવારોની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. દર મહિને મળતો પગાર અને ભથ્થા નીચે મુજબ હશે-

 • પ્રથમ વર્ષમાં રૂ. 30,000નો પગાર અને ભથ્થાં-
 • બીજા વર્ષમાં રૂ.33,000નો પગાર અને ભથ્થાં-
 • ત્રીજા વર્ષ માટે રૂ.36,500 પગાર અને ભથ્થાં-
 • ચોથા વર્ષે 40,000 રૂપિયા પગાર અને ભથ્થાં આપવામાં આવશે.

પગારમાંથી 30% કાપીને સર્વિસ ફંડમાં જમા કરવામાં આવશે.  અગ્નિવીર 4 વર્ષમાં કુલ 10.4 લાખનું ફંડ જમા કરશે, જે વ્યાજ લાગુ કરીને 11.71 લાખ થઈ જશે. આ ફંડ ઇન્કમ ટેક્સ ફ્રી હશે જે અગ્નિવીરોની 4 વર્ષની સેવા પછી ઉપલબ્ધ થશે.

અરજી કેવી રીતે કરશો ? 

 • સૌ પ્રથમ ઉમેદવારોએ ભારતીય નૌકાદળના ભારતીય વિભાગની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લેવી પડશે.
 • તમે ભારતીય નૌકાદળ અગ્નિપથ ભરતી યોજના 2022 એપ્લિકેશન ફોર્મની લિંક જોશો, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
 • પછી તમારે તમારી મૂળભૂત વિગતો જેમ કે નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, સરનામું, શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે.
 • વિગતો ભર્યા પછી તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે.
 • છેલ્લે તમારું અરજીપત્રક સબમિટ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Navy Recruitment 2022 agniveer bharti અગ્નિપથ યોજના 2022-23 અગ્નિવીર અગ્નિવીર MR ભરતી અગ્નિવીર બનશે મહિલાઓ ભરતી ભારતીય નૌકાદળ agniveer scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ