બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / દીકરીનો થયો રેપ, ખેડૂત પિતા સિસ્ટમ સામે પડ્યો, ઓસ્કાર 2024માં પહોંચી ભારતની પહેલી ડોક્યુમેન્ટરી
Last Updated: 09:06 PM, 20 September 2024
To Kill A Tiger Documentary in Oscars 2024: ઓસ્કાર 2024 માટે બેસ્ટ ડાક્યૂમેંટ્રી કેટેગરીમાં ભારતની એકમાત્ર ડોક્યુમેન્ટરી 'ટુ કીલ અ ટાઈગર'ને નોમિનેટ કરવામાં આવી હતી, જેણે વિશ્વભરમાંથી નોમિનેટ થયેલી શ્રેષ્ઠ 5 ડોક્યુમેન્ટરીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ ડોક્યુમેન્ટરી ઓસ્કાર એવોર્ડ જીતવામાં સફળ ન રહી પરંતુ તેની શાનદાર કહાનીને ઘણા લોકોને પ્રભાવિત કર્યા. માત્ર દર્શકોને જ નહીં પરંતુ વિવેચકોને પણ આ ડોક્યુમેન્ટરી ખૂબ પસંદ આવી. આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ડોક્યુમેન્ટરી બળાત્કાર જેવા જઘન્ય અપરાધ પછીના સંઘર્ષને દર્શાવે છે. આવો અમે તમને ડોક્યુમેન્ટ્રીની કહાની વિશે જણાવીએ.
ADVERTISEMENT
ડોક્યુમેન્ટ્રીની કહાની તમને રડાવી દેશે
ADVERTISEMENT
આ ડોક્યુમેન્ટ્રીની કહાની ઝારખંડના એક પરિવારની 13 વર્ષની છોકરી પર આધારિત છે જે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહી છે ત્યારે તેના પર ત્રણ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. લગ્નના પ્રસંગમાંથી ઘરે પરત ફરતી વખતે આ અમાનવીય ઘટના બની જેણે સમગ્ર દેશને કચમચાવી દીધો. ગામની દિકરી સાથે થયેલા આ દુષ્કર્મ બાદ ગ્રામજનો સમગ્ર મામલો દબાવવા માંગતા હતા. તે નતા ઇચ્છતા કે જો કોઈને આ ઘટનાની જાણ થાય તો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય, પરંતુ કોઈ તેને સાથ ન આપી શકે તેવા સંજોગોમાં પણ દીકરીના ખેડૂત પિતાએ આખા ગામની સાથે સાથે સમગ્ર ન્યાયતંત્ર પણ સામે યુદ્ધ શરૂ કર્યું.
ખેડૂત પિતા તેમની પુત્રી માટે લડ્યા
ખેડૂત પિતાએ તેમની પુત્રી સાથે બનેલી બર્બર અને અમાનવીય ઘટના માટે ન્યાય માટે લડત ચલાવી હતી. આ ફિલ્મ બતાવે છે કે તે તેની 13 વર્ષની પુત્રીને ન્યાય મેળવવા માટે કેવી રીતે સંઘર્ષ કરે છે. વર્ષ 2017માં 9 મેના બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. એક વર્ષ બાદ જ્યારે આ અંગે કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે પીડિતાના પિતાએ કહ્યું કે અમને ન્યાયની અપેક્ષા હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી આરોપીઓને કડક સજા નહીં થાય ત્યાં સુધી તેઓ તેમની લડત ચાલુ રાખશે.
આ પણ વાંચોઃ 'સુપરસ્ટારે' જબરદસ્તીથી અનકમ્ફર્ટેબલ સીન મુકાવ્યો, શૂટિંગની હકીકત પર શમા સિકંદરનો ખુલાસો
પિતાએ જણાવ્યું કે કેસ પાછો ખેંચવા માટે તેમને ધમકી આપવામાં આવી હતી અને પૈસાની લાલચ પણ આપવામાં આવી હતી. તેમને ડરાવવામાં આવ્યા, પણ તેણે હિંમત ન હારી. તેણે કહ્યું કે 'અમને ન્યાયની જરૂર હતી. અમે નથી ઇચ્છતા કે મારી દીકરી સાથે જે થયું તે બીજાની દીકરી સાથે પણ થાય. આખરે અમે કોઈની સામે નમવાની ના પાડી અને ન્યાય માટે લડતા રહ્યા.
નિશા પાહુજાએ સરસ દિગ્દર્શન કર્યું
'ટુ કીલ અ ટાઈગર'માં નિશા પાહુજા પીડિતાની સારવારની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેના પિતાના સંઘર્ષને ઉજાગર કરે છે, જે તેની પુત્રીને ન્યાય અપાવવા માટે કોઇ પણ હદ સુધી જવા તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કોમેડીનો સિતારો બુઝાયો / કપિલ શર્માના શોના કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરથી અવસાન, ફિલ્મી જગતમાં શોકની લહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.