Date of swearing-in ceremony of new BJP government announced, Chief Minister and CR Patil thanked the public
BIG NEWS /
ભાજપની નવી સરકારની શપથ વિધીની તારીખ જાહેર, મુખ્યમંત્રી અને સી આર પાટીલે જનતાનો આભાર માનતા જુઓ શું કહ્યું
Team VTV01:52 PM, 08 Dec 22
| Updated: 02:10 PM, 08 Dec 22
વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે જેમાં ભાજપ 158, કોંગ્રેસ 16, AAP 5 અને 3 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે.
હાલના વલણ મુજબ ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે
12 ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહનું આયોજન થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે.જેમાં ભાજપ 158, કોંગ્રેસ 16, AAP 5 અને 3 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની અનેક બેઠક પર અણધાર્યા પરિણામો આવી રહ્યા છે અને હાલનું વલણ જોતાં લાગી રહ્યું છે છે ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. આ સાથે જ કોંગ્રેસ માટે અનેક સીટ પરથી માઠા સમાચાર આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
હાલના આંકડા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ રહી છે અને 12 ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહનું આયોજન થશે. નવી સરકારની શપથ વિધી યોજાશે. PM મોદી અને અમિત શાહની હાજરીમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે થશે શપથવિધિ સમારોહનું આયોજન થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું. pic.twitter.com/XL2MmrHfQI
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ રહી છે. ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે. ભાજપની ભવ્ય જીત જોતાં જોઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ટેલીફોનના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.
ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે અને આ જીત બાદ કમલમમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જણાવી દઈએ કે સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા અને 12 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય જીતના પરચમ લહેરાવનાર સીઆર પાટીલે કમલમમાં પત્રકાર પરિષદ સંબોધતા જાહેરાત કરી કે, 12 ડિસેમ્બરે, સોમવારે ગાંધીનગરમાં બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે અને 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.