વર્ષ 2019માં થશે 5 ગ્રહણ, જાન્યુઆરીમાં આ તારીખોમાં બે વાર દેખાશે અદ્ભુત નજારો

By : krupamehta 03:53 PM, 07 December 2018 | Updated : 03:53 PM, 07 December 2018
દર વર્ષે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થાય છે. આ વર્ષે 2019માં કુલ 5 ગ્રહણ થવાના છે. જ્યોતિષ ગણના અનુસાર આખા વર્ષમાં 5 ગ્રહણ થશે. જેમાંથી 3 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ થવાનું છે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં જોવા મળશે અને 15 દિવસ બાદ પહેલું ચંદ્ર ગ્રહણ જોવા મળશે. એટલે કે વર્ષના પહેલા મહિનામાં જ બંને ગ્રહણ થશે. વૈજ્ઞાનિકો અનુસાર ગ્રહણ એક ખગોળીય ઘટના છે. પરંતુ એનું જ્યોતિષમાં અલગ મહત્વ હોય છે. જે અનુસાર સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની અસર તમામ રાશિઓ પર પડે છે. ચલો જાણીએ વર્ષ 2019માં કઇ કઇ તારીખે થશે ગ્રહણ. 

વર્ષ 2019માં કુલ 3 સૂર્ય ગ્રહણ થશે. એમાંથી 2 ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. વર્ષનું પહેલું ગ્રહણ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થશે. જો કે આ આંશિક ગ્રહણ હશે અને ભારતમાં જોવા મળશે નહીં. જાન્યુઆકી 6 તારીખે આ ગ્રહણ અસર કરશે. ભારતીય સમયાનુસાર આ સવારે 5 વાગ્યે 4 મિનીટ પર શરૂ થશે અને સવારે 9 વાગ્યે 18 મિનીટે પૂર્ણ થશે. જ્યારે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ 2 જુલાઇએ જોવા મળશે અને આ પણ ભારતમાં જોવા મળશે નહીં, આ બીજું સૂર્યગ્રહણ રાતે 11 વાગ્યે 31 મિનીટથી 2 વાગ્યે 15 મિનીટ સુધી ચાલશે. આ ગ્રહણ ડિસેમ્બર મહિનાની 26 તારીખે થશે. આ 8 વાગ્યેને 17 મિનીટે થશે અને 10 વાગ્યેને 57 મિનીટ પર પૂર્ણ થશે. 

વર્ષ 2019માં 2 ચંદ્રગ્રહણ થશે અને એમાંથી એક ચંદ્ર ગ્રહણ ભારત સહિત અન્ય એશિયાઇ દેશોમાં જોવા મળશે. સાથે જ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ દિવસે જોવા મળશે. વર્ષનું બીજું ગ્રહણ અને પહેલુ ચંદ્ર ગ્રહણ જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં જોવા મળશે. આ ગ્રહણ 21 તારીખે 9 વાગ્યેને 3 મિનીટે શરૂ થઇને બપોરે 12 વાગ્યેને 21 મિનીટ સુધી ચાલશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. 16 જુલાઇએ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ થશે. ભારતીય સમયાનુસાર ગ્રહણકાલનો સમય રાતે 1 વાગ્યેને 31 મિનીટથી સવારે 4 વાગ્યેને 29 મિનીટ સુધી રહેશે. Recent Story

Popular Story