બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:44 AM, 11 October 2024
બુધવારે એક વેબસાઈટે સ્ટાર હેલ્થના 3.1 કરોડ યુઝર્સનો ડેટા વેચવાની જાહેરાત કરતા જ હડકંપ મચી ગયો.. આ વેબસાઈટ પર 31 મિલિયન સ્ટાર હેલ્થ યુઝર્સનો ડેટા $150,000માં વેચાઈ રહ્યો છે. આ વેબસાઈટ xenZen નામના હેકરે બનાવી છે. વેબસાઈટનો દાવો છે કે તેની પાસે 31,216,953 યુઝર્સનો ડેટા છે. આ ડેટામાં યુઝર્સનો સેન્સિટિવ ડેટા હોય છે.
ADVERTISEMENT
આ જાહેરાત જોતા એવું માનવામાં આવે છે કે સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના યૂઝર્સનો મોટી સંખ્યામાં ડેટા કથિત રીતે લીક થયો છે. લગભગ બે અઠવાડિયા પહેલા, કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ અને એક અજાણ્યા હેકર વિરુદ્ધ ડેટા ભંગને લઈને કેસ દાખલ કર્યો હતો.
ડેટાની વાત કરીએ તો આમાં PAN કાર્ડની વિગતો, રહેઠાણનું સરનામું અને વપરાશકર્તાઓની અન્ય વ્યક્તિગત માહિતીની વિગતોનો સમાવેશ થાય છે. આ તમામ ડેટા https://starhealthleak.st પર વેચાણ માટે ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
હેકરે ગંભીર આક્ષેપો કર્યા હતા
હેકરે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે, 'હું સ્ટાર હેલ્થ ઈન્ડિયાના તમામ ગ્રાહકોનો ડેટા અને ઈન્સ્યોરન્સ ક્લેઈમ લીક કરી રહ્યો છું. આ લીક સ્ટાર હેલ્થ અને તેની સાથે સંકળાયેલી વીમા કંપનીઓ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી છે, જેમણે આ ડેટા સીધો મને વેચ્યો છે. તમે નીચે આપેલા ટેલિગ્રામ બોટ પર આ ડેટાની પ્રામાણિકતા ચકાસી શકો છો.
હાલમાં એ સ્પષ્ટ નથી કે આ વેબસાઈટ એ જ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી છે જેની સામે કંપનીએ કેસ દાખલ કર્યો હતો કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા. વેબસાઈટ પર હેકરે આરોપ લગાવ્યો છે કે સ્ટાર હેલ્થના ચીફ ઈન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર અમરજીતે તેને આ બધો ડેટા વેચ્યો છે. બાદમાં તેણે ડીલની શરતો બદલવાનો પ્રયાસ કર્યો હતો.
500 લોકોના સેમ્પલ પણ આપવામાં આવ્યા છે
હેકરે દાવો કર્યો છે કે તેની પાસે બંને ચેટના વીડિયો પણ છે. આ ઉપરાંત, તેની પાસે સ્ટાર હેલ્થના સત્તાવાર વ્યક્તિના નામે ઈમેલ પણ છે. હેકર જે ડેટા પણ વેચી રહ્યો છે. તે તમામ ડેટા જુલાઈ 2024 સુધીનો છે, જેને હેકર પોતાની વેબસાઈટ પર વેચી રહ્યો છે. તેણે તેની કિંમત 1.5 લાખ ડોલર રાખી છે. તે જ સમયે, એક લાખ લોકોનો ડેટા 10 હજાર ડોલરમાં વેચવામાં આવી રહ્યો છે.
ડેટાની વિશ્વસનીયતા માટે હેકરે 500 રેન્ડમ લોકોના ડેટા સેમ્પલ પણ આપ્યા છે. તેમાં એક ડઝનથી વધુ ભારતીય સરકારી અધિકારીઓના નામ પણ સામેલ છે. આ ડેટા સેમ્પલમાં લોકોના ઈમેલ એડ્રેસ, ઘરના એડ્રેસ, પોલિસીની વિગતો અને મોબાઈલ નંબર અને અન્ય વિગતોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શિંદે સરકારનો મોટો દાવ! રાજ્યમાં ચાલશે હરિયાણાનો 'ફોર્મ્યુલા'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દિલ્હી ચૂંટણી પરિણામ / '16 ઉમેદવારોને 15-15 કરોડની ઓફર કરાઈ', કેજરીવાલે ફોડયો બોમ્બ, કોની પર મૂક્યો આરોપ?
દિલ્હી એક્ઝિટ પોલ્સ / બે પોલ્સમાં ઓછી બેઠકો પણ કેજરીવાલને મળી વધારે, આ વખતે ટ્રેન્ડ રીપિટ થાય તો AAPની હેટ્રિક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.