બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં આવતીકાલે નદીઓના નીરની રેલમછેલ, થશે પ્રક્ષાલન વિધિ, દર્શન સમયમાં ફેરફાર
Last Updated: 05:03 PM, 19 September 2024
યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલેમાં અંબાના નિજ મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. બપોરે 1 કલાક સુધીમાં અંબાના દર્શન થશે. જે બાદ એટલે કે બપોરે 1 વાગ્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે. મહત્વનું છે કે ભાદરવી પૂનમના મેળા બાદ ચોથના દિવસે દર વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિમાં મંદિર સહિત માતાજીના સોના-ચાંદીના ઘરેણા અને ચાંચર ચોકની સાફ-સફાઇ કરવામાં આવે છે.
ADVERTISEMENT
અંબાજી ખાતે યોજાશે પ્રક્ષાલન વિધિ
આ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે યાત્રાધામ અંબાજી મંદિરની પ્રણાલિકા મુજબ તા.૨૦/૦૯/૨૦૨૪ ભાદરવા વદ-૩(ત્રીજ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે ૦૧ : ૩૦ કલાકે શરૂ થશે, ભાદરવી પૂનમ મહા મેળો પૂર્ણ થયા પછી વર્ષમાં એકવાર દર વર્ષે થાય છે. તા.૨૧ થી આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. જેમાં આરતી સવારે ૦૭:૩૦ થી ૦૮:૦૦, દર્શન સવારે ૦૮:૦૦ થી ૧૧ : ૩૦, રાજભોગ ૧૨ : ૦૦ કલાકે, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ અને માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે ૦૯ : ૦૦ કલાકે રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શું છે પ્રક્ષાલન વિધિ
- અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે.
- જેમાં અંબાજી નિજ મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર પરીસરની સાફ સફાઈ કરે છે.
- આ ખાસ કરીને અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 187 વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો: જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ, કાર્યકર્તાઓ-હોદ્દેદારો ભાજપ વિરોધી કામ કરી રહ્યાનો આક્ષેપ
- આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે.
- માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળની ધોવામાં આવે છે.
- આ મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.