બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 09:25 PM, 19 March 2023
ADVERTISEMENT
સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા ટોલ ટેક્સ પર ઘણા સમયથી મોડી રાત્રે ટ્રકચાલકો પાસેથી ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નામે ખોટી રીતે લૂંટ ચલાવવામાં આવી રહી હતી. જે અંગેની જાણ વીટીવીને થઈ હતી. જેથી વીટીવીની ટીમે સાણંદ ટોલ ટેક્સ ખાતે પહોંચી હતી અને સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું હતું. રેડિયમનો નિયમ બતાવીને ટ્રક ચાલકો પાસેથી ટ્રક દીઠ 300 રૂપિયા ઉઘરાવતા હતા. સાથે જ ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય લખેલી દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના નામની રસીદ ટ્રકચાલકોને આપવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે, આ ઘટના પ્રથમ નથી. આ અગાઉ પણ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ આવા કૌભાંડ આચરી ચુક્યા છે. વીટીવીએ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે
ADVERTISEMENT
વર્ષ 2021માં આ જ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટે કર્યો હતો કાંડ!
રેડિયમ ટેપના નામે ગેરકાયદે ઉઘરાણા કાંડના મૂળ સુધી VTV NEWS પહોંચ્યું છે. દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. સાણંદની પહેલા 2021માં સુરતના કામરેજમાં પણ ઉઘરાણી કરી હતી. કામરેજમાં વાહનચાલકો પાસે 300 રૂપિયાની ગેરકાયદે ઉઘરાણી થતી હતી. સાણંદની જેમ જ સુરતમાં દર્શન ચેરિટેબલ ટ્રસ્ટે ગેરકાયદે ઉઘરાણી કરી હતી. 300 રૂપિયાની ગેરકાયદે વસૂલાત બાદ રસીદ અપાતી હતી. સાણંદની જેમ જ સુરતમાં પણ તોડબાજી કરી હતી. ફરિયાદ થયા બાદ તત્કાલિન IG રાજકુમાર પાંડિયને ગંભીર નોંધ લીધી હતી. ઉઘરાવેલા નાણાં ટ્રાફિક ટ્રસ્ટમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો. રેડિયમ ટેપના નામે ગેરકાયદે નાણાંની ઉઘરાણીનો પર્દાફાશ થયો છે.
રેડિયમ ટેપના નામે ગેરકાયદે ઉઘરાણા કાંડના મૂળ સુધી પહોચ્યુ VTV, દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની મોડસ ઓપરેન્ડીનો કર્યો પર્દાફાશ, સાણંદ ટોલ પ્લાઝાની પહેલા 2021માં સુરતના કામરેજમાં પણ 300 રૂપિયાની કરી ઉઘરાણી, તત્કાલિન ઉઘરાવેલા નાણાં ટ્રાફિક ટ્રસ્ટમાં જમા કરાવવા કર્યો હતો આદેશ pic.twitter.com/Q8gka2jZFu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 19, 2023
VTV NEWSની ટ્રકચાલકોને અપીલ છે કે, આવી ગેરકાયદે ઉઘરાણીથી ન છેતરાય તેમજ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ જેવા લેભાગુઓની જાળમાં ન ફસાય.
ટ્રક દીઠ 300 રૂપિયા ઉઘરાવતી હતી ટોળકી
આ તમામ લોકો પોલીસ વડાના નામે ટ્રક ચાલકો પાસેથી દરરોજ રાત્રે પૈસા ઉઘરાવતા હતા. રેડિયમનો નિયમ બતાવીને ટ્રક ચાલકો પાસેથી ટ્રક દીઠ 300 રૂપિયા ઉઘરાવતા હતા. સાથે જ ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય લખેલી દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના નામની રસીદ ટ્રકચાલકોને આપવામાં આવતી હતી. ગાડીમાં રેડિયમ ટેપ નથી અને ઉપરથી ચેકિંગ ચાલે છે તેવું કહીને આ ટોળકી ઉઘાડી લૂંટ ચલાવી રહી હતી. VTV NEWSની તપાસમાં ટ્રકચાલકોને આપવામાં આવતી લૂંટની રસીદ બોગસ હોવાનો ખુલાસો થયો છે.
અમે IG સાહેબે આપી છે મંજૂરીઃ ટ્રસ્ટનો કર્મચારી
આ રૂપિયા ઉઘરાવી રહેલા શખ્સો (દર્શન ચેરીટેબલ ટ્રસ્ટના કર્મચારી) સાથે જ્યારે VTV ન્યૂઝે વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમે ગાડીઓમાં રેડિયમ લગાવીએ છીએ. અમને IG સાહેબે પૈસા ઉઘરાવાનો પરવાનો આપ્યો છે. જેનો એક પત્ર પણ તેઓએ બતાવ્યો હતો.
શું હતો વિવાદ ?
ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દિલ્લીની આપી રહ્યા હતા રસીદ
રસીદ વાયરલ થતા VTVNEWSએ હાઈવે પર ચાલતી લૂંટને ઉઘાડી પાડી હતી
અંદાજે 15 થી 20 લોકોની ટોળકી ખુલ્લેઆમ ચલાવી રહી હતી લૂંટ
ગાડીમાં રેડિયમ ટેપ નથી અને ઉપરથી ચેકીંગ છે તેવું આપી રહ્યા હતા બહાનું
VTV ન્યૂઝનો કેમેરો ચાલુ થતા ટોળકીના સભ્યો એક બાદ એક ગાયબ થવા લાગ્યા હતા
રાત્રીના અંધારામાં આ ટોળકી રિક્ષામાં આવે છે તોળ કરતી હતી
સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા તોળ કરનાર ટોળકી આપવા લાગી હતી ગોળ ગોળ જવાબ
ટોળકીના સભ્ય એ અમારા સંવાદાતા ને દર્શન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે ફોન પર કરાવી વાત
અમારી પાસે ગૃહમંત્રીની પરમિશન છે : ભરત દીક્ષિત
ટ્રસ્ટના માણસે અમને કથિત લેટર પણ બતાવ્યા
જ્યારે કે રસીદમાં ટ્રસ્ટનું નામ નાનું અને ભારત-ગુજરાત સરકારના નામે ઉઘરાણું ચાલી રહ્યું છે
સળગતા સવાલો
ટ્રસ્ટને ખુલ્લેઆમ લૂંટવાનો પરવાનો કોને આપ્યો ?
કોના આશીર્વાદથી ચાલે છે લૂંટ ?
આ ટોળકી RTO અધિકારી અને પોલીસની જેમ ગાડીઓ રોકી શકે ?
ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નામની રસીદ આપી શકે ?
દરરોજની હજારો ગાડીઓ પાસેથી તોડ કોના આશીર્વાદથી થાય છે ?
શું અમદાવાદ જિલ્લા પોલીસને આ નથી દેખાતું ?
ક્યાં છે અમદાવાદ જિલ્લા પોલીસનું પેટ્રોલિંગ ?
VTV ન્યુઝ પહોંચી શકે તો પોલીસ કેમ નહી ?
ગૃહ મંત્રીના નામે તોળ કરવાનો પરવાનો કોને આપ્યો ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.