દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોને પોલીસ છાવરી રહી હોવાનો આક્ષેપ
ગેરકાયદે ઉઘરાણુ કરતા દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ પર સકંજો કસાઈ શકે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટ્રાન્સપોર્ટ એસો. રજૂઆત કરશે તેમજ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોને પોલીસ છાવરી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ઉઘાડી લૂંટ કરનારા ટ્રસ્ટના આગેવાનોને પોલીસ પકડી શકતી નથી તેવા આક્ષેપ કરાયો છે.
સાણંદમાં તોડબાજી મામલે ટ્રાન્સપોર્ટ એસોશિએશન મેદાને
માત્ર ટોલનાકા પર તોડબાજી અટકાવીને પોલીસ સંતોષ માની રહી છે. હજુ સુધી દર્શન ટ્રસ્ટના આગેવાનોની ધરપકડ ન થવા પર અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યાં છે. સાણંદ ટોલનાકા પર રેડિયમ બેન્ડના નામે ઉઘાડી લૂંટ ચાલતી હતી. ટ્રક ચાલકો પાસેથી રૂ.300નુ ગેરકાયદે ઉઘરાણુ ટ્રસ્ટ કરે છે. દર્શન ચેરીટેબલ ટ્રસ્ટ અગાઉ પણ વિવાદમાં આવ્યું હતું. વર્ષ 2021માં દર્શન ચેરીટેબલ ટ્રસ્ટ સુરતમાં આવા જ વિવાદમાં ઘેરાયું હતું. અમદાવાદના સાણંદની જેમ જ આ ટ્રસ્ટએ કામરેજમાં પણ તોડબાજી કરી હતી. તત્કાલીન IG રાજકુમાર પાંડિયને સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. ઉઘરાવેલા નાણાં ટ્રાફિક ટ્રસ્ટમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો. હવે સાણંદમાં તોડબાજી મામલે ટ્રાન્સપોર્ટ એસોશિએશન મેદાને ઉતર્યો છે.
ટ્રાન્સપોર્ટ એસો.ના સેક્રેટરી રાજેશ સિંધલ
ટ્રાન્સપોર્ટ એસો.ના આગેવાનો હર્ષ સંઘવીને રજૂઆત કરશે
દર્શન ચેરીટેબલ ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટી ભરત દીક્ષિત સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. દર્શન ચેરીટેબલ ટ્રસ્ટ સાણંદમાં છેલ્લા ઘણા સમયથી તોડબાજી કરતુ હતું. ટ્રાન્સપોર્ટ એસો. જણાઈ રહ્યું છે કે, આવી સંસ્થાઓને આપેલ મંજૂરી ગૃહ વિભાગ તાત્કાલિક રદ્દ કરે તેમજ સરકારને રજૂઆત કરાશે આવા લૂંટવાના કેસ ન થાય. ટ્રાન્સપોર્ટ એસો.ના સેક્રેટરી રાજેશ સિંધલે જણાવ્યું કે, આવા લૂંટના કેસ ન બને તે બાબતે સરકારને રજૂઆત કરાશે. તેમણે કહ્યું કે, અમે આવી બધી બાબતો રોકવા માટે પોલીસનો સાથ માંગીએ છીએ.
વર્ષ 2021માં આ જ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટે કર્યો હતો કાંડ!
રેડિયમ ટેપના નામે ગેરકાયદે ઉઘરાણા કાંડના મૂળ સુધી VTV NEWS પહોંચ્યું છે. દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. સાણંદની પહેલા 2021માં સુરતના કામરેજમાં પણ ઉઘરાણી કરી હતી. કામરેજમાં વાહનચાલકો પાસે 300 રૂપિયાની ગેરકાયદે ઉઘરાણી થતી હતી. સાણંદની જેમ જ સુરતમાં દર્શન ચેરિટેબલ ટ્રસ્ટે ગેરકાયદે ઉઘરાણી કરી હતી. 300 રૂપિયાની ગેરકાયદે વસૂલાત બાદ રસીદ અપાતી હતી. સાણંદની જેમ જ સુરતમાં પણ તોડબાજી કરી હતી. ફરિયાદ થયા બાદ તત્કાલિન IG રાજકુમાર પાંડિયને ગંભીર નોંધ લીધી હતી. ઉઘરાવેલા નાણાં ટ્રાફિક ટ્રસ્ટમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો. રેડિયમ ટેપના નામે ગેરકાયદે નાણાંની ઉઘરાણીનો પર્દાફાશ થયો છે.
ટ્રક દીઠ 300 રૂપિયા ઉઘરાવતી હતી ટોળકી
આ તમામ લોકો પોલીસ વડાના નામે ટ્રક ચાલકો પાસેથી દરરોજ રાત્રે પૈસા ઉઘરાવતા હતા. રેડિયમનો નિયમ બતાવીને ટ્રક ચાલકો પાસેથી ટ્રક દીઠ 300 રૂપિયા ઉઘરાવતા હતા. સાથે જ ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય લખેલી દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના નામની રસીદ ટ્રકચાલકોને આપવામાં આવતી હતી. ગાડીમાં રેડિયમ ટેપ નથી અને ઉપરથી ચેકિંગ ચાલે છે તેવું કહીને આ ટોળકી ઉઘાડી લૂંટ ચલાવી રહી હતી. VTV NEWSની તપાસમાં ટ્રકચાલકોને આપવામાં આવતી લૂંટની રસીદ બોગસ હોવાનો ખુલાસો થયો છે.
શું હતો વિવાદ ?
ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દિલ્લીની આપી રહ્યા હતા રસીદ
રસીદ વાયરલ થતા VTVNEWSએ હાઈવે પર ચાલતી લૂંટને ઉઘાડી પાડી હતી
અંદાજે 15 થી 20 લોકોની ટોળકી ખુલ્લેઆમ ચલાવી રહી હતી લૂંટ
ગાડીમાં રેડિયમ ટેપ નથી અને ઉપરથી ચેકીંગ છે તેવું આપી રહ્યા હતા બહાનું
VTV ન્યૂઝનો કેમેરો ચાલુ થતા ટોળકીના સભ્યો એક બાદ એક ગાયબ થવા લાગ્યા હતા
રાત્રીના અંધારામાં આ ટોળકી રિક્ષામાં આવે છે તોળ કરતી હતી
સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા તોળ કરનાર ટોળકી આપવા લાગી હતી ગોળ ગોળ જવાબ
ટોળકીના સભ્ય એ અમારા સંવાદાતા ને દર્શન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે ફોન પર કરાવી વાત
અમારી પાસે ગૃહમંત્રીની પરમિશન છે : ભરત દીક્ષિત
ટ્રસ્ટના માણસે અમને કથિત લેટર પણ બતાવ્યા
જ્યારે કે રસીદમાં ટ્રસ્ટનું નામ નાનું અને ભારત-ગુજરાત સરકારના નામે ઉઘરાણું ચાલી રહ્યું છે
સળગતા સવાલો
ટ્રસ્ટને ખુલ્લેઆમ લૂંટવાનો પરવાનો કોને આપ્યો ?
કોના આશીર્વાદથી ચાલે છે લૂંટ ?
આ ટોળકી RTO અધિકારી અને પોલીસની જેમ ગાડીઓ રોકી શકે ?
ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નામની રસીદ આપી શકે ?
દરરોજની હજારો ગાડીઓ પાસેથી તોડ કોના આશીર્વાદથી થાય છે ?
શું અમદાવાદ જિલ્લા પોલીસને આ નથી દેખાતું ?
ક્યાં છે અમદાવાદ જિલ્લા પોલીસનું પેટ્રોલિંગ ?
VTV ન્યુઝ પહોંચી શકે તો પોલીસ કેમ નહી ?
ગૃહ મંત્રીના નામે તોળ કરવાનો પરવાનો કોને આપ્યો ?