બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Danteshwar of Vadodara cheated 230 women in the name of personal loan

ચેતજો / પર્સનલ લોન લેવી છે? મહિલાઓ ચેતજો, લોન તો નહીં મળે પણ તમારા ખિસ્સા 2-4 હજાર સેરવી લેશે, વડોદરામાં ચેતવતી ઘટના

Mahadev Dave

Last Updated: 12:21 AM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્સનલ લોનના નામે વડોદરાના દંતેશ્વરની 230 મહિલા સાથે છેતરપિંડી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

  • વડોદરાના દંતેશ્વરની 230 મહિલા સાથે છેતરપિંડી
  • પર્સનલ લોન માટે અરજી કરનારી મહિલાઓ સાથે છેતરપિંડી
  • વર્ષા સક્સેના અને અંકિત રાણાએ આચરી છેતરપિંડી

વડોદરાના દંતેશ્વરમા 230 મહિલા સાથે છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પર્સનલ લોનના નામે આરોપીઓએ અરજી પેટે રૂપિયા ખંખેરી લીધા બાદ લોન ન આપતા મહિલાઓના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચતા મકરપુરા પોલીસે વર્ષા સક્સેના અને અંકિત રાણા નામની ઠગ જોડી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનું ઠગબાજ કપલ, વિદેશની સસ્તી ટીકીટના બહાને લાખોનું ફૂલેકું ફેરવીને  ફરાર, મોડસ ઓપરેન્ડી હતી આવી | Fraud in the name of foreign ticket in  satellite of Ahmedabad

લોન ઇન્ડિયા લેન્સ કંપનીમાંથી મળશે

આ કેસની વિગત એવી છે કે દંતેશ્વર તળાવની સામે રામજી મંદિર પાસે રહેતા પ્રીતિબેન ચેતનભાઇ ભૈયાત નામના મહિલા ઘરકામ કરે છે. આ દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી સમગ્ર વિગત આપતા કહ્યું કે અમારા વિસ્તારમાં કચરો વીણવા આવતી એક મહિલાએ દંતેશ્વર ગામના વચલા ફળિયામાં રહેતા  વર્ષાબેન સક્સેના પર્સનલ લોનનું કામ કરે છે અને તે પર્સનલ લોન પાસ કરાવી આપે છે. તેમ કહ્યું હતુ. આથી અમારે નાણાની જરૂરિયાત જણાતા અમે પ્રીતિબેન અને તેમના પાડોશી સુમનબેન તથા ભાવનાબેન સહિતની મહિલાઓ ગત તારીખ 8 મી માર્ચના રોજ વર્ષાબેનના ઘરે પર્સનલ લોનની પ્રોસેસ અર્થે ગયા હતા. આ દરમિયાન વર્ષાબેને અલગ અલગ પ્રકારની લોન ઇન્ડિયા લેન્સ કંપનીમાંથી મળશે તેવી ખાતરી આપી હતી અને લેટર આવે ત્યારબાદ 3,000 રૂપિયા ભરવા જણાવ્યું હતું.

સ્પા સંચાલક પાસે લાંચ લેતા ઝડપાયેલ વિદ્યાર્થીના હિતમાં કોર્ટનો મહત્વનો  ચુકાદો, જાણો શું હતો સમગ્ર કેસ | Important court judgment in favor of  student caught taking ...

પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી

બાદમાં આરોપીએ અરજદારના ઘરે ઈન્ડિયા લેન્ડ્સ નામની કંપનીના લોન એપ્રુવલ લેટર મોકલ્યા હતા. જેને લઈને મહિલાઓએ રૂપિયા ભરી દીધા હતા જોકે બાદમાં લોન એપ્રુવલ લેટર મોકલવા છતાં અરજદારોને લોનના રૂપિયા ન મળતા શંકા ગઈ હતી. જેની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કા બન્ને જોડી આ પ્રકારે અનેક લોકોને છેતરી રહી છે. ત્યારે છેતરપિંડીનો ભોગ બનનારી મહિલાઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે વર્ષા સક્સે સહિત બન્ને વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cheated Personal Loan vadodara છેતરપિંડી પર્સનલ લોન વડોદરા froud
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ