બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ, ગણિત-વિજ્ઞાનના મુખ્ય શિક્ષક જ છેલ્લા એક વર્ષથી ગાયબ
Last Updated: 06:31 PM, 18 August 2024
બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ભૂતિયા શિક્ષકોના ખુલાસા થઇ રહ્યા છે, ત્યારે અંબાજીમાં ભણાવતા ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ બાદ VTV NEWS મગવાસ ગામ પહોંચ્યું હતું અને જ્યાં સમગ્ર મામલે વિગતો મેળવી હતી ત્યારે જણાવા મળ્યું હતું કે, દાંતા તાલુકાના મગવાસ ગામના ધોરણ 6થી 8ના શિક્ષક 1 વર્ષથી ગેરહાજર છે.
ADVERTISEMENT
છેલ્લા 1 વર્ષથી ગેરહાજર હતા
ADVERTISEMENT
અત્રે જણાવીએ કે, મગવાસ ગામમાં ગણિત અને વિજ્ઞાન વિષયના મુખ્ય શિક્ષક જ શાળામાંથી 1 વર્ષથી ગેરહાજર હતા. છેલ્લા 1 વર્ષથી સતત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહોતી કરાઈ તેવી પણ ચર્ચા છે. MLA કાંતિભાઈ ખરાડીને અરજી કરતા માત્ર આશ્વાસન મળ્યું હતું.
આ પણ વાંચો: રાજ્ય વેરા નિરીક્ષક સહિત GPSCએ આ પદો માટે ભરતી કરી જાહેર, જાણો ક્યારે કરી શકાશે અરજી
3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકો ઝડપાયા
બનાસકાંઠામાં 3 વર્ષમાં 33 જેટલા ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયાનો ખુલાસો થયો છે. જ્યારે 6 ભૂતિયા શિક્ષકો સામે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વિદેશ હોવા છતાં શિક્ષકોની શાળામાં હાજરી બોલતી હોય તેવા 6 ભૂતિયા શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ અપાઇ છે. જિલ્લામાં અનેક શિક્ષકો એવા પણ છે જેઓ વિદેશ છે. જેથી શાળામાં હાજરી બોલી રહી છે. રાજીનામું આપવા માટે શિક્ષણ વિભાગ સામે ફરજિયાત હાજર રહેવું પડે છે. સમગ્ર પ્રક્રિયા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે શિક્ષણ વિભાગના 2006ના ઠરાવ પ્રમાણે શિક્ષકો હાજર ન હોય તો સીધી કાર્યવાહી થઇ શકતી નથી. જેથી રાજીનામા માટે પણ શિક્ષકોનું હાજર રહેવું ફરિયાત હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Narendra Modi Birthday / RSS સ્વયંસેવકથી PM બનવા સુધીની સફર, દેશ માટે મોદી સરકારના મોટા નિર્ણયો જેને લોકોએ વધાવ્યા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT