બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'મારું તો લોહી ઉકળી ઉઠ્યું', બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચાર પર પાકિસ્તાની ક્રિકેટરે તોડ્યું મૌન
Last Updated: 04:46 PM, 10 August 2024
બાંગ્લાદેશમાં હિંદૂ ધર્મના લોકો પર અત્યાચારના વીડિયોથી સોશિયલ મીડિયા ભરાઈ હયું છે. ઘણા એવા ભયાનક વીડિયો છે જેને જોઈને રૂવાડા ઉભા થઈ જશે. લગભગ આખા દેશમાં આગચંપી અને લૂટફાટની ધટનાઓ સામે આવી રહી છે.
ADVERTISEMENT
મુસ્લિમ બહુમતી વાળા બાંગ્લાદેશમાં લગભગ 8 ટકા હિંદૂ રહે છે. ત્યાં હિંદૂઓની જનસંખ્યા લગભગ 1 કરોડ 30 લાખ છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યાં હિંદૂઓના ઘણા ગામ સળગાવવામાં આવ્યા છે. મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક મોબ લિંચિંગના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
દાનિશ કનેરિયાની પ્રતિક્રિયા
આવા વીડિયો પર પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તે આ પ્રકારના મુદ્રા પર સતત પોતાના મંતવ્યો આપતા રહે છે. વીડિયો પર કમેન્ટ કરતા પૂર્વ લેગ સ્પિનરે લખ્યું- હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોને જોતા મારૂ લોહી ઉકળી રહ્યું છે.
વધુ વાંચો: રૂદ્રાક્ષથી પણ વધારે શક્તિશાળી હોય છે સાપની કાંચળી, જેને ઘરમાં રાખતા ભરાઇ જશે ધનના ભંડાર
સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોની ચુપ્પી શરમની વાત છે. તેની સાથે જ તેમણે હેશટેગમાં સેવ બાંગ્લાદેશી હિંદૂ લખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.