બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / થૂંક લગાવી રૂપિયા ગણવાની ભૂલ ન કરતાં, નહીંતર આ બીમારીઓ પાછળ વપરાશે પૈસા
Last Updated: 05:01 PM, 13 September 2024
વર્તમાન સમયમાં જો તમારી પાસે રૂપિયા છે તો તમારું માન સન્માન બધુ જ છે. પૈસા જીવનની મોટાભાગની દરેક પરેશાની દૂર કરે છે. હાથમાં પૈસા આવે તો લોકો પહેલું કામ ગણવાનું કરે છે. પૈસા ગણવા માટે મોટાભાગના લોકો પોતાની આંગળી પર થૂંક લગાવીને ગણાતા હોય છે. પરંતુ આ અડતાં કારણે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે.
ADVERTISEMENT
લાળ લગાવીને પૈસા ગણવાની આદત
ADVERTISEMENT
દરેક લોકો અલગ અલગ રીતે પૈસા ગણાતા હોય છે. અમુક લોકો પૈસા ગણતાં પહેલા પોતાની આંગળી પર થૂંક લગાવવાની આદત હોય છે. આમ કરવાની પૈસા ગણવામાં સરળતા રહે છે. જો તમે બેન્કોમાં લોકોને વધારે પૈસા ગણતા જોયા હશે તો તેઓ મોની લાળ લગાવતા જોયા હશે.
જ્યારે અમુક લોકો ચોપડીના પેજને ફેરવતા સમયે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરતા હશે. અમુક બસ કંડકટર પણ ટિકિટ આપતા સમયે આંગળી છાંટવાની આદત હોય છે. પરંતુ કોરોનાકાળથી આ આદત દરેકની બદલાઈ ગઈ.
શું આ પદ્ધતિ ખોટી છે?
છેલ્લા અમુક સમયથી લોકોએ લાળ લગાવીને પૈસા ગણવાનું બંધ કર્યું છે. પરંતુ અમુક લોકો હજુ પણ આમ કરી રહ્યા છે. હિન્દુ ગ્રંથોમાં કારણ જણાવ્યું છે કે પૈસાને ગણવા માટે લાળનો ઉપયોગ ન કરવો જોઈએ. માનવામાં આવે છે કે પૈસા ગણાતા સમયે લાળ લગાવવી વાસ્તુ પ્રમાણે ખોટી છે. આમ કરવાથી ધનની માતા લક્ષ્મીનું અપમાન થાય છે. કહેવામાં આવે છે કે આવું કરતાં લોકોના હાથમાં પૈસા ટકતા નથી અને આર્થિક સંકટ પણ આવી શકે છે.
સ્વાસ્થ્ય પર કોઈ અસર થાય છે
આ રીતે પૈસા ન ગણવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. હાલમાં જે પૈસા ચલણમાં છે તે લાખો લોકોના હાથમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમાં જીવાણુઓ હોઈ શકે છે. એટલા માટે ગણતરી વખતે આંગળીઓને લાળથી ભીની કરવી સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.
પરંતુ કેટલાક લોકો પૈસા ગણીને વારંવાર મોઢામાં હાથ નાખતા હોય છે. તેથી કેટલાક બેક્ટેરિયા તેમના મોં માં પ્રવેશે છે. જેના કારણે સોજા જેવી સમસ્યા થઈ શકે છે. આ કારણે કેટલાક લોકો ચામડી સંબંધિત રોગોનો શિકાર બનાય છે. પૈસાની ગણતરી કર્યા પછી, ચેપનો જોખમને ટાળવા માટે હાથને સાબુથી સારી રીતે ધોવા જોઈએ.
વધુ વાંચો: હેલ્થી હેલ્થી કરીને તમે પણ નથી ખાતાને આ ફૂડ્સ, નુકસાન જાણી આવશે ખાટો ઓડકાર
બિનવ્યાવસાયિકતા દર્શાવે છે
લાળનો ઉપયોગ કરીને પૈસાની ગણતરી કરવી એ યોગ્ય કાર્ય નથી. આ તમને ગ્રાહકો અથવા સહકર્મીઓની સામે ખરાબ પ્રભાવ પડી શકે છે કારણ કે લોકો તેને અસ્વચ્છ માને છે. વધુ પૈસાની ગણતરી કરવા માટે, મોજા વારંવાર પહેરવા જોઈએ. આંગળીઓ પર થૂંકવા કરતાં ભીના ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો વધુ સારું છે. પૈસાની ગણતરી કરતી વખતે સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.