અમદાવાદમાં બેફામ સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં ભારે ઝડપમાં વળાંક લેતા સ્કૂલવાનમાંથી 3 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. મહત્વનું છે કે આ સ્કૂલવાનમાં 20થી વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા. ત્યારે છોટાઉદેપુરના ક્વાંટથી અંતરિયાળ વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે.
છોટાઉદેપુરના ક્વાંટથી અંતરિયાળ વિસ્તારમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવને જોખમમાં મુકીને લટકીને મુસાફરી કરી રહ્યા છે.
શાળાએ જવા અને છૂટવાના સમયે બસની વ્યવસ્થા ન હોવાના અભાવે વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. અને જો આવી રીતે વિદ્યાર્થીઓ શાળાએ જાય અને જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે.
મહત્વનું છે કે, બસના અભાવે ના છૂટકે વિદ્યાર્થીઓ જીવના જોખમે લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તો વાહનચાલકો પણ મુસાફરોની મજબૂરીનો લાભ લઈ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ વાહનોમાં કીડી-મકોડાં જેમ વિદ્યાર્થીઓને ભર્યા છે. લાલચમાં આવી વાહનચલાકો પણ જેટલા વધુ મુસાફરોને બેસાડાય તેમ બેસાડી રહ્યા છે. ટ્રાફકિના નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
ત્યારે સવાલ થાય છે કે આમ ભણશે વિદ્યાર્થીઓ ? જીવના જોખમે ભણતર ક્યાં સુધી ? બસના અભાવે વિદ્યાર્થીઓ મજબૂર છે. કોઇ જાનહાનિ થાય તો જવાબદાર કોણ ?