બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dangerous rides in Malana resort Teen dies after straying off wall

બનાસકાંઠા / મલાણાના રિસોર્ટમાં જોખમી રાઇડ્સ: કિશોરનું દીવાલએ ભટકાવવાથી મોત, પરિવારમાં દુખનું આભ ફાટ્યું

Mahadev Dave

Last Updated: 06:28 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણાખાતે શિવધારા રિસોર્ટમાં આવેલી રાઇડ્સમાં સામેની દીવાલમાં ભટકાવવાથી કિશોરનું મૃત્યું નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

  • બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણાના રિસોર્ટમાં કિશોરનું મૃત્યું
  • શિવધારા રિસોર્ટમાં આવેલી રાઇડ્સમાં સામેની દીવાલએ ભટકાવવાથી મૃત્યું
  • પાણીનું સ્તર ઓછું હોવાથી અને રાઇડ્સ નાની હોવાથી બન્યો બનાવ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણાના રિસોર્ટમા કરુણ ઘટના સામે આવી છે. જ્યા કિશોરનુ કમકમાટીભર્યું મોત નિપજયા અરેરાટી મચી જવા પામી છે. શિવધારા રિસોર્ટમાં આવેલી રાઇડ્સની મોજ માણતી વેળાએ અકસ્માતે સામેની દીવાલ સાથે કિશોર ભટકાયો હતો. જેને પગલે તેને ગંભીર ઇજા થવા પામી હતી. આ દરમિયાન તેનું કરુણ મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.

Dangerous rides in Malana resort Teen dies after straying off wall

મૃતક કિશોર સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામના વતની હતો

અકસ્માતે મોતની ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યા તપાસમાં સામે આવ્યું કે પાણીનું સ્તર ઓછું હોય અને રાઇડ્સ નાની હોવાથી બનાવ બન્યો હતો. વધુમાં મૃતક કિશોર સિધ્ધપુર તાલુકાના મામવાડા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. ગંભીર ઇજાને પગલે કિશોરની લોહીલુહાણ હાલત થતા તેને સ્થાનિક કક્ષાએ સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો  હતો. જ્યા સારવાર દરમિયાન કિશોરે હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો હતો.

મૃતકના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણવાજોગ અરજી કરી હતી. જેમાં જણાવ્યું કે  શિવ ધારા રિસોર્ટમાં આવી જોખમી રાઇડ્સને પગલે દીકરો ન છીનવાઇ ગયો છે. હવે આવા જોખમી બનાવ ન બને તે રિસોર્ટના સંચાલકો સામે કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ ઉઠાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Dangerous rides Malana resort કિશોરનું મોત બનાસકાંઠા મલાણા શિવધારા રિસોર્ટ banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ