દેશમાં હાર્ટની બિમારીઓથી પીડિત થતાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે. અનિયમિત જીવનશૈલી અને તેલયુક્ત ભોજન ખાવાના કારણે યુવાનોને પણ હાર્ટની બિમારીઓ ખૂબ પ્રભાવિત કરે છે. પરંતુ જો તમે સમયસર જાગી જાઓ તો આ જોખમથી બચી શકો છો.
અનિયમિત જીવનશૈલીના કારણે યુવાનો પર પણ હાર્ટની બિમારીનું જોખમ
જો સમયસર દવાઓનું સેવન કરો તો હાર્ટની બિમારીથી આવી શકશો બહાર
વૈજ્ઞાનિકોનો દાવો, લગભગ 3 વર્ષ પહેલા હાર્ટ એટેકની બિમારી વિશે જાણી શકશો
વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં કર્યો મોટો ખુલાસો
હવે વૈજ્ઞાનિકોએ એવી પદ્ધતિ શોધી કાઢી છે, જેના દ્વારા તમે લગભગ 3 વર્ષ પહેલા હાર્ટ એટેકના જોખમની જાણકારી મેળવી શકો છો. આ એક એવો શાનદાર ટેસ્ટ છે, જેનાથી હાર્ટની બિમારીઓથી થતુ મોતનુ જોખમ ઘણા હદ સુધી ઓછુ થઇ જશે. વૈજ્ઞાનિકોએ હાર્ટ એટેકના જૂના દર્દીઓને સી-રિએક્ટિવ પ્રોટીનનો ટેસ્ટ કર્યો. જેનાથી ઈન્ફરેમેશનની જાણકારી મેળવી શકાય છે. આ સાથે ટ્રોપોનિનનો પણ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કરવામાં આવ્યો. ટ્રોપોનિન એ એક એવુ ખાસ પ્રોટીન છે, જે હાર્ટ ડેમેજ થવાથી લોહીમાંથી નિકળે છે. અભ્યાસ મુજબ, અઢી લાખ દર્દીઓમાં જેનુ સીઆરપી લેવલ વધારે હતુ અને ટ્રોપોનન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાં હતા. તેમાંથી 3 વર્ષમાં મોતનુ જોખમ લગભગ 35 ટકા હતુ.
લાખો લોકોના બચી જશે જીવ
વૈજ્ઞાનિકો મુજબ જો યોગ્ય સમયે મોનિટરિંગ કરવામાં આવે અને એન્ટી-ઈન્ફ્લેમેટરીજ દવાઓનું સેવન કરવામાં આવે તો લાખો લોકોને મોતથી બચાવી શકાય છે. ઈમ્પીરિયલ કોલેજ ઑફ લંડનના ડૉ. રમજી ખમીજે જણાવ્યું કે આ ટેસ્ટનું સંશોધન એવા સમયે થયુ છે, જ્યારે બીજા ટેસ્ટથી વધારે નબળા લોકોમાં તેના જોખમની ઓળખ કરાઈ રહી છે.