Team VTV08:38 PM, 22 Jan 20
| Updated: 08:39 PM, 22 Jan 20
કેન્સર જેવી ગંભીર બિમારીના ઈલાજ માટે કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે જ આવી જ એક ઔષધિઓમાંનુ એક ફળ જે સોર્સોપ તરીકે ઓળખાય છે. જેની ખેતી હવે ગુજરાતના ડાંગ જિલ્લામાં કરવામાં આવી રહી છે. ડાંગના માછલી ગામમાં ખેડૂતે કેન્સર ટ્રીનું વાવેતર કર્યું છે. કેન્સર ટ્રી એટલે જ સોર્સોપ ફ્રૂટ. ખેડૂતે બે એકર જમીનમાં આ ટ્રીનું વાવેત કર્યું છે. હવે તમે વિચારશો કે સોર્સોપ ફળ શું છે. જાણો સોર્સોપ વિશે...
હનુમાન ફળ, લક્ષ્મણ ફળ, ગ્રાવિઓલા નામથી ઓળખાય છે
સોર્સોપ ફળથી એક સ્વાર્સ્થ્ય વર્ધક ફળ છે
એવો દાવો થતો આવ્યો છે કે સોર્સોપ ફળ કેન્સર માટે અક્સીર છે
સોર્સોપ ફળ એક ચમત્કારીક ફળ છે. જે કસ્ટર્ડ એપલ પરિવાર સંબંધિત સદાબહાર વૃક્ષનું ફળ છે. આ ફળને હનુમાન ફળ, લક્ષ્મણ ફળ અને ગ્રાવિઓલા નામથી પણ ઓળખાય છે. સોર્સોપ ફળ એક સ્વાર્થ્ય વર્ધક ફળ છે. આ ફળથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે.
કેન્સરમાં અક્સીર કેવી રીતે?
એવો દાવો થતો આવ્યો છે કે સોર્સોપ ફળ કેન્સર માટે અક્સીર છે. સોર્સોપ ફળનો સ્વાદ સ્ટોબેરી અને અનાનસ જેવો હોય છે. 100 ગ્રામ સોર્સોપ ફળમાં 66 કેલરી હોય છે. 3થી 4 ગ્રામ ફાઈબર હોય છે. જ્યારે વિટામિન B6, B12, A અને C સારી માત્રામાં હોય છે. પાચન અને હૃદયસંબંધી બીમારીમાં આ ફળ લાભદાયી છે. કેન્સરની બીમારીમાં પણ આ ફળ અક્સીર છે. જે કેન્સરનો પ્રભાવ ઓછો કરે છે. આ ફળમાં એસીટોજેન અને એન્ટીબાયોટિક દવાનું એક શક્તિશાળી ગ્રુપ હોય છે. જે ફેફસાનું કેન્સર, સ્તનનું કેન્સર અને ગર્ભાશયના કેન્સરનો ઈલાજ કરી શકે છે. સોર્સોપ કેન્સરની કોશિકાની ઉત્પાદન ક્ષમતાને ઘટાડે છે. અને કેન્સરની કોશિકાને નષ્ટ કરવામાં મદદરૂપ બને છે.