Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

દાંડી: ગાંધી પ્રતિમાના ચશ્મા ગાયબ થતાં વિવાદ PM મોદી કરવાના છે લોકાર્પણ

દાંડી: ગાંધી પ્રતિમાના ચશ્મા ગાયબ થતાં વિવાદ  PM મોદી કરવાના છે લોકાર્પણ
નવસારીના દાંડી મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમામાં ગંભીર બેદરકારી જોવા મળી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 18 ફૂટની પ્રતિમામાં ચશ્મા ગાયબ થઈ ગયા છે.

આ ગંભીર બેદરકારી મૂર્તિકારની હોવાનું સામે આવી રહ્યું છે. મૂર્તિકાર જ ચશ્મા લગાવવાનું ભૂલી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મ્યુઝિયમમાં ગંભીર બેદરકારી દાખવાઈ છે.ઉલ્લેખનીય છે કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથી છે. ત્યારે આ પ્રસંગે દેશભરમાં અનેક સ્થળોએ વિવિધ શ્રદ્ધાંજલી કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે પીએમ મોદી પણ ગુજરાતમાં દાંડી યાત્રાની યાદમાં દાંડી સ્મારકનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે 150 કરોડના ખર્ચે આકાર પામેલી મહાત્મા ગાંધીની પ્રતિમામાંથી ચશ્મા ગાયબ હોવાનું ધ્યાને આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
  જો કે આ ભૂલ મૂર્તિકારની જ હોવાનું પણ ખુલવા પામેલ મુર્તિ બનાવતી વખતે મૂર્તિકાર મહાત્મા ગાંધીની પ્રતિમા તૈયાર કરતી વખતે ચશ્મા મુકવાનું ભૂલી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન આજે આ સ્થળનું લોકાર્પણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતા અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી.  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ