બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં ગણેશ મહોત્સવમાં બબાલ, અર્ધનગ્ન થઈને ડાન્સ કરતા મામલો બીચક્યો, પૂર્વ કોર્પોરેટરનો પૌત્ર વિવાદમાં
Last Updated: 12:52 PM, 7 September 2024
વડોદરામાં તહેવાર ટાણે નાના મોટા છમકલાં થયા કરે છે. ત્યારે ગણેશ તહેવાર ટાણે શહેરના ગોત્રી વિસ્તારમાં ગણેશ મંડળે બબાલ કરી હતી. ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
ADVERTISEMENT
જેમાં અયોધ્યા કા રાજા ગણેશ યુવક મંડળના યુવાનો મંડપમાં ડેકોરેશન કરી રહ્યા હતા તે દરમિયાન અન્ય મંડળના યુવાનોએ બબાલ કરી હતી. આ ઘટનામાં પૂર્વ કોર્પોરેટર જશોદા સોનેરાના પૌત્ર મિહિર સોનેરા અને તેજશ સોનેરાએ ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા હતા. જેને લઇ બબાલ સર્જાઇ હતી.
ADVERTISEMENT
ઉપરાંત ગણેશજીના પવિત્ર તહેવારમાં ગણેશ મંડળના લોકો સામે ટી-શર્ટ કાઢી અર્ધનગ્ન થઈ ડાંસ કરી મહિલાઓને અભદ્ર ઇશારા કર્યા હતા. તથા કુખ્યાત અક્ષિત રાજ, શ્લોક શાહ, ભરત મકવાણા, ગણેશ ચિત્તે સહિત 8 આરોપીઓએ પોલીસની હાજરીમાં મારામારી કરી હતી.
વધુ વાંચો : ઘર પર ગણેશજી કર્યા છે વિરાજમાન? તો ભૂલથી પણ આ ચીજવસ્તુઓ લઇને ના આવતા
ત્યારે આ સમગ્ર મામલે પોલીસે કામગીર આદરી હતી. જેમાં ગોત્રી પોલીસે સુનિલ કોલેકર, પૂનમ માળી સહિત 8 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ ગોત્રી વિસ્તારમાં ગત વર્ષે પણ આરોપીઓએ મારામારી કરી હોવાનું જાણવા મળ્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.