બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Video: તમારા ખેતરમાં વીજળી પડશે કે નહીં, એક ક્લિકની મદદથી જાણો
Last Updated: 03:18 PM, 5 August 2024
વીજળી પડવાથી ઘરની ઈલેક્ટ્રિક વસ્તુઓ ખરાબ થઈ જાય છે, ઘણીવાર તો આખાને આખા મકાન ધરાશાયી થઈ જાય છે. સેકન્ડ્સમાં થતી વીજળી ખતરનાક તો છે પણ સવાલ એ થાય કે આનાથી બચી કેવી રીતે શકાય? તો જાણી લો કે વીજળી પડવાની આગાહી થઈ શકે છે એટલે કે પહેલા જ ખબર પડી જશે કે વીજળી પડવાની છે, તો તમે સેફ રહી શકો. આ તમને મોબાઈલમાં જ ખબર પડી જશે કે તમારા વિસ્તારમાં ક્યારે વીજળી ક્યારે પડશે, આ બધી જ ભવિષ્યવાણી કરતી એપનું નામ છે દામિની એપ..
ADVERTISEMENT
આ એપ્લિકેશન 7 મિનિટ, 14 મિનિટ અને 21 મિનિટમાં વીજળી પડવાની સંભાવના જણાવે છે અને દામિની એપ લગભગ 40 કિલોમીટર સુધીના વિસ્તારની માહિતી આપે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક સવાલ થશે કે આ એપ વીજળી વિશે કેવી રીતે માહિતી આપે છે, તો આ એપ દ્વારા હવામાન વિભાગ કલર કોડિંગ એલર્ટ સિસ્ટમ, ઈસરો સેટેલાઈટ ઇન્સ્ટોલેશન અને રડાર સેન્સર દ્વારા વીજળી પડવાની સંભાવના વિશે પણ જણાવે છે.
ADVERTISEMENT
આ એપ ગુજરતી હિન્દી અને અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં ઉલબ્ધ છે અને તેમાં તમારા લોકેશન મુજબ તમારા વિસ્તારમાં વીજળી પડશે કે નહીં તેના વિશે માહિતી આપે છે. આ સાથે જ તમે તેમાં તમારા વિસ્તાર કે તમારા મિત્ર કે પરિવાર જે જગ્યા પર રહે છે એ જગ્યાનો પિનકોડ નાખીને રજીસ્ટર પણ કરી શકો છો, જે બાદ જો તે જગ્યાએ વીજળી પડવાની સંભાવના હોય તો આ એપ્લિકેશન તરત જ યુઝર્સને જાણ કરે છે.
આ સાથે જ વીજળી પડે એ સમયે તમે બહાર હોય ત્યારે શું કરવું અને શું ન કરવું, જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ પર વીજળી પડે ત્યારે શું કરવું અને વીજળી પડાવની વોર્નિંગ મળે ત્યારે શું એ બધા વિષેની માહિતી આ એપ્લિકેશનમાં આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.