બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: દમણ કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યૂ, બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમાર ફસાયા હતા
Last Updated: 11:57 AM, 13 November 2024
Helicopter Rescue : દમણમાં 5 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ બોટમાં પાણી ભરાઈ જતા માછીમાર ફસાયા હતા. જેની માહિતી મળતાની સાથે જ દમણ કોસ્ટગાર્ડનું ઉમરગામમાં ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં હેલિકોપ્ટર દ્વારા 5 માછીમારનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ તરફ હવે આ દિલધડક રેસ્ક્યૂનો વિડીયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
દમણના દરિયામાં માછીમારી કરવા ગયેલ એક બોટમાં પાણી ભરાઈ ગયું હતું. જે બાદમાં મધ દરિયે કોસ્ટગાર્ડ દ્વારા તમામ માછીમારોનું દિલધડક રેસ્કયુ કરાયું હતું. વિગતો મુજબ ભક્તિ સાંઈ ફિશીંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું કર્યું રેસ્કયુ કરાયું છે. જેમાં બોટમાં પાણી ભરાઈ જતાં 5 માછીમારો બોટમાં ફસાયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર રેસ્ક્યુમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રથમ પ્રયાસમાં ત્રણ માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા તો બીજા ચક્કરમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર બોટમાં ફસાયેલા બે માછીમારોને બચાવી દમણ લવાયા છે.
ADVERTISEMENT
દમણમાં 5 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ
જહાજને નુકસાન અને ત્યારબાદ પાણીના પ્રવેશને કારણે બોટમાં પાણી ભરાઈ જતાં ICGAS દમણએ ઝડપથી હેલો CG 801 લોન્ચ કર્યું હતું. જેમાં પાંચ ક્રૂ મેમ્બર્સને તકલીફમાં બચાવવા માટે હેલિકોપ્ટર પહોંચી ગયું હતું. જ્યાં ત્રણ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક એરલિફ્ટ કરીને બોરડી બીચ પર સુરક્ષિત રીતે ઉતારી દીધું હતું, જ્યાં ICGS દહાણુ ટીમે તાત્કાલિક ગ્રાઉન્ડ સપોર્ટ અને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. ત્યાર બાદ હેલિકોપ્ટર બાકીના બે ક્રૂ સભ્યોને પરત મેળવવા માટે જહાજ પર પરત ફર્યું હતું જેમને ભારતીય કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દમણમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ સ્ટેશનની તબીબી ટીમે બચાવેલા લોકોને વધારાની સંભાળ અને સમર્થન માટે સ્થાનિક સત્તાવાળાઓને સોંપવામાં આવે તે પહેલાં વધુ પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT