Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાશિફળ / જાણો કઇ રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, શું કહે છે તમારું રાશિભવિષ્ય

જાણો કઇ રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, શું કહે છે તમારું રાશિભવિષ્ય

આજે દિવસ રાત ચંદ્ર ગોચર વૃષિક રાશિમા જઇ રહ્યો છે. આ શુભ ગોચરની સાથે જ આજે ધૃવ અને વૃદ્ધિ યોગ પણ બનેલો છે. આ શુભ સ્થિતિઓમાં આજે દિવસ કેવો પસાર થશે જાણો...

મેષ
આજે આપના મગજ પર મનોરંજનની વાત છવાયેલી રહેશે. આગળ વધો પોતાના મિત્રો અને પરિવારના લોકોની સાથે મળીને કંઈક ખાસ કરો. આજે આપ પોતાના બધીજ કામોને એક તરફ મૂકી દઈને ફક્સ મૌજમસ્તી કરો કારણકે જીંદગીમાં ક્યારેક ક્યારેક આવું કરવું પણ આવશ્યક છે.

વૃષભ
આજે આપ ખૂબજ સંતોષમાં છે એવું અનુભવશો અને પોતાના દોસ્તોની સાથે ક્યાય બાહર ફરવા જવા ચાહશો. સારીરીતે તૈયાર થઈને પોતાના દોસ્તોની સાથે બહાર જાઓ અને ખૂબ મઝા કરો. આપનું કાય ઠીક ઠાક ચાલી રહ્યું છે. આપના સંબંધો પણ સુધરી રહ્યા છો.

મિથુન
આજનો દિવસ ખૂબ મઝા કરવાનો છે. એનો પુરો લાભ લો. અત્યારે આપે રોજની દિનચર્યાથી રજા લઈ લેવી જોઈએ. આપ પોતાના પ્રિયજનોની સાથે ક્યાંય પણ ફરવા જઈ શકો છો. જો અત્યારે આપે ફરવા જવા વિષે વિચાર્યું નથી તો વિચારી જુઓ અને કોઈ ઉજાણીનું આયોજન કરો.

કર્ક
આજે આપ અરિસા સામે ઘણા વધો સમય પસાર કરશો. કારણકે આપ કોઈ સામાજીક સમારોહમાં સારા સુંદર દેખાવ એવું ચાહો છો. આજે કદાચ આપ થોડીક ચિંતામાં હો એવું અનુભવો કારણકે આપ બધાને પોતાની જીંદગીના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન દેવાનું શરૂ કરી દો.

સિંહ
આજે આપની ઓળખ ખૂબ બધશે. આજે આપ જે સ્તર પર છો એ આપની સ્પષ્ટતા અને સારી સંપ્રેષણ કળાને લીધે છે. આપ વધુ સફળતા મેળવાને માટે પોતાના પ્રયાસ ચાલુ રાખો અને પોતાના અહંને પોતાના માર્ગમાં આડો અવવા ન દેશો. એથી લોકો આપને આદર આપશે.

કન્યા
આજે આપને આપના દોસ્તોથી ખૂબ પ્રશંસા મળશે. કદાચ આપના સહકર્મી પણ આપના વખાણ કરે. આ ખૂબ બુદ્ધિશાળી છો. જો આપની પાસે કોઈ સલાહ માંગવા આવે તો એને નિરાશ ન કરશો. જેટલું એના માટે કરી શકો છો બે જરૂર કરશો.

તુલા
પોતાની જ ઉંમરના લોકો એ કરેલી આપની પ્રશંસા આપને ખુશી આપશે. આપ એવી વ્યક્તિ છો કે જેને પોતાની આસપાસના લોકોના સાથ પોતાની મેળેજ મળી જાય છે. આપને કદાચ એ નથી ખબર કે ઘણા બધા લોકો આપના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. હવે એ આપના હાથમાં છે કે આપ પોતાની છબી ટકાવી રાખો.

વૃશ્ચિક
આજે આપની પ્રસિદ્ધીનો જાદૂ આખો દિવસ રહેશે. દરરોજ આપને આરામ અને મોજ મસ્તીનો સમય મળી જાય છે. આ બધું આપની સખત મહેનતનું ફળ છે. હવે આપ કહી શકો છો કે આપના બધાય કામ બરોબર ચાલી રહ્યા છે. કારણકે આપે પોતાના કામને માટે પહેલાથી ખરી યોજના ઘડી રાખી છે.

ધનુ
સાંજે આપ કોઈ સામાજીક સમારોહમાં જથો એવા સંકેત છે. આપ ક્યાંક બાહર ફરવા પણ જઈ શકો છો અથવા પછી દોસ્તને ઘરે યોજાયેલ સમારંભમાં ભાગ લઈ શકો છો. જે કોઈ હોય આજનો દિવસ બહુજ સાચો છે આપ ક્યાંક બહાર ખાવાનું ખાવા જઈ શકો છો.

મકર
પોતાની ઉમરના લોકો વચ્ચે આજે આપની છબી ચમકી ઉઠશે. આજે નવી જવાબદારીઓ ફક્ત આપને સાથે આવશે એટલુંજ નહી બલ્કે ઈનામ પણ લાવશે. પોતાની આ ઓળખાણ અને સન્માનનો પુરેપુરો આનંદ લો. પરંતુ ધ્યાન રાખજો કે કોઈપણ કારણે આપની છબી બગડે નહી.

કુંભ
આજે આખો દિવસ આપ મોજ મસ્તીના મૂડમાં હશો. આજે પોતાના પરિવાર અને દોસ્તોને થોડોક સમય જરૂર આપનો એથી આપ પોતે તો ખુશ થશો જો પણ આપના પરિવારજનોને પણ ખુશી મળશે. આ દિવસોમાં આપના જીવન સાથીની સાથે આપના સંબંધ મધૂર છે. જે કામ આપ પોતાની સાથીથી ઘણા સમયથી કરાવવા ચાહતા હતા તે હવે કરાવી શકશો.

મીન
આજે આપ એવી સ્થિતિમાં છો કે આપને કેટલાયે અધિકાર અને સત્તા મળશે. એથી આપને ખૂબજ ખુશી થશે. પરંતુ ધ્યાન રાખજો આ અધિકારો સાથે આપના માથે નવી જવાબદારીઓ પણ આવી જશે. સત્તા અને અહં વચ્ચે વધુ અંતર નથી હોતું એટલે ધ્યાન રાખજો કે આપ ક્યાંય પોતાની સત્તાની ગેરલાભ ન લેશો.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ