Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાશિફળ / જુઓ સૌભાગ્ય યોગમાં કઇ-કઇ રાશિઓના લોકો રહેશે ભાગ્યશાળી

જુઓ સૌભાગ્ય યોગમાં કઇ-કઇ રાશિઓના લોકો રહેશે ભાગ્યશાળી

આજે દિવસ ભર ચંદ્રનો સંચાર કુંભ રાશિમાં થશે. એની સાથે જ આજે સૌભાગ્ય યોગનો પણ સંયોગ બન્યો છે. ગ્રહોના યોગ સંયોગથી કઇ કઇ રાશિઓ માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે, જુઓ

મેષ
આ પાર્ટીને આપ હંમેશા યાદ રાખશો. આજે આપનું ઘર મહેમાનોથી ભરેલું હશે. આજે કદાચ તેઓ આપના ઘરે રોકાય પણ ખરા. એટલે એની પુરી તૈયારી કરી લેજો. અને જો તેઓ આપના ઘરે ન પણ રોકાય તો પણ આપની દિનચર્યાને તો બદલીજ નાંખશો. પણ આ પાર્ટી આપને યાદજ રહેશે.

વૃષભ
આજે આપ પોતાના ઘરમાં સુખ અને શાંતિની અપેક્ષા રાખી શકો છો. મહેમાનોનું આજે આપના ઘરે ખૂબજ સ્વાગત થશે. અને આપ પણ એમની સાથે ખૂબજ આનંદ લેશો. એવી સામાજીક પ્રવૃત્તિઓમાં લેતા રહો આપને ખૂબજ ખુશી થશે.

મિથુન
આજે આપના ઘરેલુ જીવનમાં કંઈક ઉંચુ નીચું થઈ શકે છે. પરંતુ મુંઝાશો નહી જે થશે કંઈક સામને માટે થશે. ઘરે મેહમાનોના આવવાથી શોરબકોર તો થરોજ પણ ખુશીઓ પણ વધશે. જો એમની સાથે મજા કરવા માટે આપે જો રાતની ઉંઘ પણ ખોવી પડે તો પણ તૈયાર રહો અને એક બીજાના સાથનો પુરો આનંદ ઉઠાવો.

કર્ક
જો આપના દોસ્ત અથવા સગા સમુદ્રપારથી આવેલા છે તો કદાચ આજે તેઓ આપને મળવાને માટે ઘરે આવી શકે છે. એટલે આપના ઘરની સાફ સફાઈ કરીને તૈયાર રહો. આપની સારી મહેમાન ગતિના બદલામાં આપને એમના તરફથી પરદેશમાં રજાઓ વિતવવા આવવાનું નિમંત્રણ મળી શકે છે.

સિંહ
આજે આપના ઘરે સમુદ્ર પારથી મહેમાનોની આવવાની સંભાવના છે. એથી આપના ઘરે ખુશીનું વાતાવરણ હશે. જો આપ કામમાં વ્યસ્ત પણ હશો તો પણ સમય કાઢીને એમની સાથે આનંદ લો. આપના દોસ્તોનો સાથ આપને ઘણી બધી ખુશીઓ આપશે.

કન્યા
આજે ઘરના ઘણાં બધા કામોને લીધે આપનું માથું ઠેકાણે ન રહે. પરંતુ ઘર પર થઈ રહેલી સારી પ્રવૃત્તિઓ રચનાત્મકજ રહેશે એટલે આપ પોતાનું કામ બરોબર પુરૂં કરશો. આ સમયે પોતાના લોકોના સાથેનો પૂરો આનંદ ઉઠાવો પરંતુ સાથેજ પોતાના કામને પણ પુરૂં કરવાનો પ્રયત્ન કરશો. ઘર અને બાહરના કામમાં સંતુલન રાખવું એ આજનો આપનો મૂળમંત્ર છે.

તુલા
આજે આપ પોતાના કામના સ્થળ પર ખૂબજ મહેમાન કરશો અને આપને પોતાની ઉપલબ્ધિઓ પર ગર્વ થશે. પરંતુ આજે તમાયે પોતાના કુટુંબની સાથે સમય પસાર કરવો જોઈએ.

વૃશ્ચિક
આજે આપને પોતાની નવાબદારીઓને લઈને મુશ્કેલી ઉભી થઈ શકે છે. આજે આપ પોતાને કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓમાં સામેલ કરવા ચાલે છો પરંતુ આપને કામની નવાબદારીઓ રોકે છે. આપે બંને વસ્તુઓમાં સંતુલન જાળવી રાખવાની જરૂર છે. આપ એક સામટા બધાને ખુશ તો નથી કરી શકતા પરંતુ થોડી થોડી પ્રગતિ તો દરેક ક્ષેત્રમાં કરી શકો છો.

ધન
આજે કદાચ પોતાને પોતાની ઈચ્છાઓ અને જવાબદારીઓ વચ્ચે ફસાયેલા કામજશો. એક તરફ આપ સામાજીક સમારોહમાં આગળ વધીને ભાગ લેવા ચાહશો તો બીજી તરફ આપે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપ પોતાનું કામ પણ સમયસર પુરૂં કરો. આ સંતુલન બનાવી રાખવામાં આપને કદીએ મુશ્કેરી આવી ન હતી. તો પછી વિલંબ શા માટે બધાને ખુશ રાખો.

મકર
આજે આપની જીંદગીમાં થોડીક આધી પાછી થશે. એવું લાગે છે કે આપની આસપાસની પરિસ્થિતિઓ બગડી રહી છે. એ આપના કામના સ્થળપર કેટલાક અણગમતા પરિવર્તનો પણ હોઈ શકે છે. મુંઝાશો નહીં બધુંજ ઠીક થઈ જશે. આપ બસ પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો. ધીમે ધીમે બધુંય શાંત થઈ જશે.

કુંભ
આજે આપને પોતાને કામના બોઝ નીચે દબાયેલા છો એવું લાગશે. આ મુંઝવણો કામ અને ઘર બંને સંબંધિત હોઈ શકે છે. આજે આપે શાંત રહીને પોતાની અગ્રતાઓને નક્કી કરવાની છે. પુરો પ્રયત્ન કરો કે આપ કામ અને ઘર બંનેમાંથી કોઈની પણ ઉપેક્ષા નકરો. એથી બધુંજ જલ્દી ઠીક થઈ જશે.

મીન
આજે આપને ઘર અને કામમાં ઘણો ભાર અનુભવાશે. ઘણા લોકો આપની સલાહ માંગશે. આપ પ્રમાણિકતાથી બધાને સલાહ આપજો અને જે કામ આપ કરી રહ્યા છો એની પુરી જવાબદારી સંભાલશો. આ ખરાબ સમય પણ જલ્દીથી વીતી જશે અને બધુંજ સામાન્ય થઈ જશે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ