બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / રોજ સવારમાં ઉઠીને કરો આ 5 યોગાસન, દૂર થઇ જશે આંખોની નબળાઇ, નંબર પણ જતા રહેશે

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / રોજ સવારમાં ઉઠીને કરો આ 5 યોગાસન, દૂર થઇ જશે આંખોની નબળાઇ, નંબર પણ જતા રહેશે

Last Updated: 09:09 AM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વધુ પડતો ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરવોએ આપણી આંખોને નુકસાન પહોંચાડી શકે છે તેમજ આપણી ઊંઘ પર પણ અસર પડે છે. હવે આંખો પર અસર પડે એટલે આંખોમાં સોજો આવી જાય છે અને કેટલીકવાર આપણી દેખવાની ક્ષમતાને પણ નુકસાન પહોંચે છે. તો ચાલો જાણીએ કે, કયા યોગ કરવાથી આંખોને આરામ મળે છે અને આંખનો સોજો દૂર થાય છે.

1/6

photoStories-logo

1. સેતુબંધાસન

સૌથી પહેલા તમારી પીઠ પર આરામથી સૂઈ જાઓ અને તમારી હથેળીઓને જમીનની નજીક રાખો. હવે તમારી બંને જાંઘને જોડીને તમારા ઘૂંટણને વાળો અને કમર સહિત આખા શરીરને ઉપરની તરફ ઉઠાવો અને ગરદનને સીધી રાખો. માથું સ્થિર રાખો. આ આસન એક કે બે મિનિટ માટે કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બાલાસણા

આ યોગાને કરવા માટે, ચટાઈ પર તમે ઘૂંટણનો ટેકો લઈને પગની એડી થકી બેસી જાઓ. હવે તમારા બંને હાથ આગળ લંબાવો અને તમારા કપાળને જમીન પર રાખો. હવે 8-10 વખત ઊંડા શ્વાસ લો અને યોગાને વારંવાર કરતાં રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પદહસ્તાસન

આ આસન કરવા માટે સૌથી પહેલા આરામથી ઉભા રહો અને તમારા બે પગ વચ્ચે બે ઈંચનું અંતર રાખો. હવે શ્વાસ લેતી વખતે તમારા બંને હાથની સાથે તમારા શરીરને પણ ઉપરની તરફ ખસેડો. ધીમે-ધીમે હાથને આગળની તરફ ખસેડો અને કમરનો ભાગ વાળતા રહો. કમરનો ભાગ વાળો ત્યારે હાથને નીચેની તરફ ખસેડો અને જમીનને સ્પર્શ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મત્સ્યાસન

મત્સ્યાસન કરવા માટે , તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા બંને હાથને તમારી કમર નીચે રાખો. હવે માથાના ઉપરના ભાગને ઉપરની તરફ ખસેડી, જમીન પર આરામ કરો. હવે પીઠના નીચેના ભાગને દબાવો. તમારા શ્વાસને 5-7 વખત રોકી રાખો અને ફરીથી છાતી માંથી ઊંડો શ્વાસ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શશાંકાસન

સૌ પ્રથમ તમારા ઘૂંટણ પર બેસી જાઓ અને તમારા કપાળને જમીન પર રાખો. હવે તમારા હાથને પાછળની તરફ લઈ જાઓ અને પગની એડીને સ્પર્શ કરો. બસ થોડીવાર આ મુદ્રામાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આંખો પરનું દબાણ

મોટાભાગના આસન ચહેરાની આસપાસ લોહીનો પ્રવાહ વધારે છે, જેનાથી આંખનો સોજો ઓછો થાય છે. આ સિવાય ચિંતા કે વધુ પડતો તણાવ પણ આંખોની નીચે સોજાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં આ આસનો આંખો પરનું દબાણ ઘટાડે છે અને તમને રાહત આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yoga Asanas Eye Care Eye Care Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ