બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઝાલોદ ન.પા.ના અંધારપટ વહીવટના કારણે નાગરિકો ત્રસ્ત, MGVCLનું 19500000થી વધુનું વીજ બિલ ભરવાનું છે બાકી
Last Updated: 05:15 PM, 12 November 2024
વર્તમાનમાં ગુજરાતમા એક મુદ્દો એવો ચર્ચાયો છે, રાજ્યની કેટલીક પાલિકાઓ પાસે પૈસા જ નથી, કારણ કે 150થી વધુ પાલિકાના કરોડો રૂપિયાના વીજ બીલ બાકી છે. ત્યારે આ વીજ બિલ પાલિકા ન ભરતી હોવાથી કેટલી પાલિકા વિસ્તારોમાં લોકો અંધારામાં મૂકી શકે છે. દાહોદના ઝાલોદ નગરપાલિકાના અંધારાપટ વહીવટના કારણે નગરજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે.
ADVERTISEMENT
1 કરોડ 95 લાખ રૂપિયાનુ વિજ બિલ બાકી
ઝાલોદ પાલિકાનું MGVCLનુ 1,95,00,000થી વધુનું વીજ બિલ બાકી છે. ત્યારે વારંવાર નોટિસો આપવા છતાં પાલિકાને બિલ ન ભરતી હોવાથી હવે કાર્યવાહીનો સપાટો ગમેત્યારે બોલાવી શકે છે. નોટીસો આપ્યા બાદ પાલિકા દ્વારા માત્ર 15 લાખ રૂપિયા વીજ બિલ ભર્યું હોવાની વિગતો સામે આવી છે.ત્યારે હવે MGVCL દ્વારા 15 દિવસના સમયગાળા સાથે નગરપાલિકાને નોટિસ પાઠવી છે.
ADVERTISEMENT
ઝાલોદમાં ગમેત્યારે 'અંધારપટ' છવાઈ જાય તો નવાઈ નહીં ?
ઉલ્લેખનીય વાત એ છે કે, માર્ચ 2024થી વિજ બિલ ભરવાનું બાકી છે. વોટર વર્કસ,નગરપાલિકા ઓફિસ અને સ્ટ્રીટ લાઇટ થઈને કુલ 1 કરોડ 95 લાખ રૂપિયાનુ બિલ બાકી છે. નગરપાલિકા બિલ ભરપાઇ નહી કરે તો MGVCL દ્વારા કાર્યવાહી કરાશે અને કાર્યવાહી બાદ નગરપાલિકા વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય તો નવાઈ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.