Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અકસ્માત / દાહોદમાં બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા હવામાં ફંગોળાયો યુવક

દાહોદની ગરબાડા ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. બાઈક ચાલકે ઉતાવળ કરીને પોતાનો જીવ જોખમમાં મુક્યો છે. બાઈક ચાલકે રોડ ક્રોસ કરતા સામેથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. તો અકસ્માતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા. જેમાં કાર સાથે બાઈક ટકરાયા બાદ બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો. અને ત્યાર બાદ બાઈક ક્યાંય સુધી માર્ગ પર ઢસડાઈને રોડની સાઈડમાં આવેલા ખાડામાં જઈને પડ્યું હતું. તો બીજી તરફ હેલ્મેટ પણ નીચે પટકાય છે. જ્યારે કાર પણ થોડી આગળ જઈને અટકી ગઈ હતી. અને કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે તપાસ કરતાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જ્યારે બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ