બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદની શાળામાંથી મળી બાળકીની લાશ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો હૈયાફાટ ખુલાસો
Last Updated: 11:40 PM, 20 September 2024
દાહોદના પીપળીયા ગામની તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના મોતથી ચકચાર મચી છે. બાળકી 19 સપ્ટેમ્બરે સવારે ઘરેથી શાળાએ જવા નીકળી હતી. શાળા છૂટ્યા બાદ તે ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને શાળાએ દોડી ગયો હતો.
ADVERTISEMENT
તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા!
જોકે શાળાના દરવાજે તાળું લાગેલું જોવા મળતા દિવાલ કૂદીને શાળાના કમ્પાઉન્ડમાં તપાસ કરી હતી. ત્યારે બાળકી શાળાના ઓરડાની પાછળના ભાગેથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. જેથી તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: પૂર્વ TPO મનસુખ સાગઠીયાનું પરભારું કૌભાંડ, TP 11માં આવી રીતે છેતર્યાં, મેયરે ફાઈલ ઉઘાડી
પોલીસે હત્યારાને શોધવા શરૂ કરી તપાસ
બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની FSL તપાસ કરાવી હતી. બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT