બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વધુ એક અકસ્માત: બે બાઈકો વચ્ચે ટક્કર થતા દુર્ઘટનામાં 3 પિતરાઈ ભાઈઓના મોત

દુર્ઘટના / ગુજરાતમાં વધુ એક અકસ્માત: બે બાઈકો વચ્ચે ટક્કર થતા દુર્ઘટનામાં 3 પિતરાઈ ભાઈઓના મોત

Last Updated: 10:50 AM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dahod Accident : દર્દનાક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ્યારે અન્ય બે વ્યક્તિના સારવાર દરમિયાન મૃત્યુ થયા, 3 લોકોને વધુ સારવાર અર્થે ખસેડાયા

Dahod Accident : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આ ઘટનાઓમાં આજે વધુ એક દર્દનાક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. વાસ્તવમાં દાહોદના તોયણી ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ્યારે અન્ય બે વ્યક્તિના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ સાથે 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તમામને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દાહોદમાં દેવગઢ બારીયાના તોયણી ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. તોયણી ગામના રંધિકપુર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બઢો ભયાનક હતો કે, એક શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે અન્ય બે લોકો કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેઓનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ તરફ અકસ્માતમાં અન્ય 3 લોકોને પણને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા છે.

વધુ વાંચો : માત્ર 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી સુરતમાં હડકંપ, કારણો ચોંકાવનારા

વિગતો મુજબ અક્સ્માતમાં વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓનું મોત થયું છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દર્દનાક અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bike Accident Devgarh Baria Dahod Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ