બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં નકલી IT અધિકારી કેસમાં મોટો ઘટસ્ફોટ, 6 આરોપીમાંથી એક અસલી GST ઈન્સ્પેક્ટર
Last Updated: 05:51 PM, 11 January 2025
દાહોદમાં પકડાયેલી નકલી આઈટી અધિકારીઓની ગેંગને લઈને મોટો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા પાંચ આરોપી પૈકી એક આરોપી અસલી જીએસટી અધિકારી છે. આ સિવાયના અન્ય ચાર આરોપી પૈકી એક આરોપી પોલીસ વિભાગમા્ં કરાર આધારિત ડ્રાઈવરની નોકરી કરે છે જ્યારે કે અન્ય એક આરોપી હોમગાર્ડમાં ફરજ બજાવે છે.
ADVERTISEMENT
નકલી IT અધિકારી બની 2 લાખ રૂપિયા પડાવ્યા
ADVERTISEMENT
પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ટોળકીએ મળીને નાણા ધીરનાર એક વેપારી પાસે 25 લાખ રૂપિયાની માગ કરી હતી. મહત્વનું છે કે, આ કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ''અલ્પેશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિએ જે કપડાની દુકાન ધરાવે છે, જેમના પિતા નાંણા ધીરધારનો ધંધા કરતા હતાં. જે અંતર્ગત 6 જેટલા ઈસમો દ્વારા દુકાનમાં આવે છે અને કહે છે કે, અમે ઈન્કમ ટેક્સના અધિકારીઓ છીએ એટલે તમારા ચોપડા અને રજિસ્ટરો આપો, ત્યારે ફરિયાદી ડરી જાય છે અને કહે છે અમારે પતાવટ કરવી છે, ત્યારે આ લોકો 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ જાય છે
આ પણ વાંચો: વિજયબાપુ સામે નરેન્દ્ર સોલંકીના આક્ષેપો સામે રોષ, સુરતના ભક્તોએ કરી પોલીસ ફરિયાદ
આઈકાર્ડ ન બતાવતા શંકા ગઈ હતી
DySp ડી આર પટેલએ વધુ વિગતો આપતા કહ્યું કે, ''આ રકમ આપતા સમય આઈ કાર્ડની માંગણી કરી હતી પરંતુ તે સમય આ લોકો પાસે આઈકાર્ડ કે, એવો કોઈ પુરાવો ન મળતા તેમને શંકા જતા તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે પોલીસ ત્યાં પહોંચીને બે વ્યક્તિઓની પુછપરછ કરતા તે લોકો ઈન્કમ ટેક્સમાં ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે કુલ 6 ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT