બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / dada saheb phalke award to be conferred to actor asha parekh this year

મનોરંજન / ગુજરાતી પરિવારમાં જન્મેલા અભિનેત્રી આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ, હિન્દી સિનેમાનાં જ્યુબિલી ગર્લ તરીકે જાણીતા

Khevna

Last Updated: 01:23 PM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂનિયન મીનીસ્ટર અનુરાગ ઠાકુરે જાહેરાત કરી છે કે આશા પારેખને આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે.

  • આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ 
  • યૂનિયન મીનીસ્ટર અનુરાગ ઠાકુરે કરી જાહેરાત
  • 1969 થી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે આ એવોર્ડ

આશા પારેખને મળશે દાદા સાહેબ ફાલકે એવોર્ડ 

યૂનિયન મીનીસ્ટર અનુરાગ ઠાકુરે જાહેરાત કરી દીધી છે કે અમદાવાદમાં જન્મેલા અને બોલીવુડના જ્યુબિલી ગર્લ તરીકે જાણીતા અભિનેત્રી આશા પારેખને આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે.

આશા પારેખ 

  • 1971માં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ
  •  1992માં પદ્મશ્રી એવોર્ડ
  •  2002માં લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

આ ઉપરાંત સેન્સર બોર્ડના અને સિને આર્ટિસ્ટ એસોસિયેશનના ચેરપર્સન તરીકે કામગીરી કરી હતી. ટીવી સિરિયલ ‘જ્યોતી’ અને કોરા કાગઝ અને કંગન જેવી ધારાવાહિકમાં પણ કામ કર્યું હતું. તેમની ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ ખૂબ જ સફળ થઇ હતી.

1969 થી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે એવોર્ડ

ભારતમાં સિનેમાનો પાયો નાખવામાં અને આટઆટલા યોગદાનના કારણે જ દાદા સાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ યોગદાન માટે તેમના નામ ઉપરથીજ 1969ના વર્ષથી 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ 'આપવામાં આવે છે.
   

કોણ હતા દાદા ફાળકે ?
દાદા સાહેબ ફાળકેને ભારતીય ફિલ્મ ઉધોગના પિતામહ કહેવામાં આવે છે. દાદા સાહેબનું પૂરું નામ ધૂંડીરાજ ગોવિંદ ફાળકે હતું. દાદા સાહેબનો જન્મ મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલ ભગવાન શિવની નગરી એવા ત્ર્યંબકેશ્વરમાં 30, એપ્રિલ, 1870ના રોજ થયો હતો. એમના પિતા સંસ્કૃતના પ્રખર પંડિત હતા અને મુંબઈની એક કોલેજમાં અધ્યાપક હતા.  
ઉલ્લેખનીય છે કે, દાદા સાહેબે કુલ 125 જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જેમાં 98લાંબી અને 27ટૂંકી ફિલ્મોનો સમાવેશ થાય છે. દિગ્દર્શક તરીકે તેમાંથી 41લાંબી અને 20ટૂંકી ફિલ્મો તેમણે બનાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ