બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cyclone yaas live yaas severe cyclonic storm live updates

યાસ / ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાયુ ‘યાસ’, ઓડિશાના ધામરા બંદર નજીક પહોંચ્યુ, 12 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

Dharmishtha

Last Updated: 09:53 AM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આવનારા કેટલાક કલાકમાં તોફાન યાસના તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

  • બંગાળ અને ઓડિશા સરકારે 12 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા
  • યાસની અસર ઝારખંડ પર પણ દેખાઈ રહી છે
  • બંગાળમાં અનેક ઘરોને નુકશાન

 બંગાળ અને ઓડિશા સરકારે 12 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં યાસ તોફાના કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. પૂર્વ તટીય રાજ્યો પર યાસ તોફાનનું સંકટ મંડરાઈ રહ્યુ છે. ગત મંગળવારે સાંજે યાસ ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. જેને ચાલતા પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખી જોખમ વાળા વિસ્તારોમાંથી 12 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. હવામાન વિભાગે આવનારા કેટલાક કલાકમાં તોફાન યાસના તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

યાસની અસર ઝારખંડ પર પણ દેખાઈ રહી છે

ચક્રવાતી તોફાન યાસની અસર ઝારખંડ પર પણ દેખાઈ રહી છે. મૌસમ વિભાગના જણાવ્યાનુસાર આજે અને કાલે ઝારખંડના કેટલાક સ્થાનો પર હળવો અને મધ્યમ વરસાદ કેટલાક સ્થાનો પર ભારે વરસાદ અને  કેટલીક જગ્યાઓ પર ભારેથી વધારે ભારે વરસાદ થશે.  ચક્રવાતી તોફાન યાસની અસરના કારણે પશ્ચિમ બંગાળના મેદિનીપુર, બાકુરા, ઝારગ્રામ, સાઉથ 24 પરગના, કોલકત્તા અને નાદિયાની કેટલીક જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદ, કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ અને કેટલાક સ્થાનો પર ભાર વરસાદ થઈ રહ્યો છે.

અનેક ઘર નષ્ટ થઈ ગયા 

ચક્રવાત યાસ આજે બપોર સુધી ઉત્તર ઓડિશા તટ નજીક ઘામરા અને બાલાસોરના દક્ષિણની પાસે પહોંચશે., આ દરમિયાન યાસ બહુ ગંભીર ચક્રવાતી તોફાનના રુપમાં હશે અને હવાની સ્પીડ 130-140 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.  યાસ ચક્રવાતનું વિકરાળ રુપ બંગાળમાં જોવા મળ્યુ છે અનેક ઘર નષ્ટ થઈ ગયા છે.

આ રાજ્યોમાં જારી કરવામાં આવ્યુ એલર્ટ

બંગાળની ખાડીમાં બનેલા યાસ તોફાન ઓડિશાથી દાખલ થયુ. જેની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને બિહાર સહિત 8 રાજ્યોમાં થશે.

 પારાદ્વીપથી 280 કિલો મીટર દુર છે યાસ

ચક્રવાત પારાદ્વીપથી 280 કિલો મીટર દુર છે. આ સીવિયર સાઈક્લોન છે. આજે સવારે 5થી 6 વાગ્યે બાલાસોર ઘામરોની પાસે પહોંચશે. જેની સ્પીડ 155-165 કિલોમીટર પ્રતિકલાક રહેશે. બાલાસોરમાં તોફાનની પહેલા હવામાન સતત ખરાબ થવાનું શરુ થઈ ગયું છે.

બપોર સુધી વધારે તીવ્ર થશે તોફાન

યાસ હવામાન વિભાગ મુજબ ચક્રવાતી તોફાન યાસ બહુ તીવ્ર રુપ ધારણ કરતા 26 મેના બપોરે ઉત્તર ઓડિશા-પ.બંગાળ તટના પારાદ્વીપ અને સાગર દ્વીપને પાર કરશે.

ઘામરા પોર્ટના નજીક અથડાયી શકે

ચક્રવાતના તટ પર પહોંચતા પહેલા પ. બંગાળ અને ઓડિશાના કિનારાના વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે.  બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાત યાસ બહું ખતરનાક થઈ ચૂક્યો છે. હવામાન વિભાગ અનુસાર આવનારા કેટલાક કલાકમાં આ ચક્રવાત ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાની ઘામરા પોર્ટના નજીક અથડાયી શકે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Cyclonic Storm YAAS CYCLONE Yaas Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ